Surat

અંકલેશ્વર ની ગોયા બજાર ના વેપારી મંડળે સ્વૈચ્છીક લોકડાઉન નો નિર્ણય લીધો

ગોયા બજાર સવાર ના ૬ વાગ્યા થી બપોરના ૨ વાગ્યા સુધી ખુલ્લી રહેશે

બપોરના ૨ વાગ્યા થી સવાર ના ૬ વાગ્યા સુધી દુકાનો બંધ રહેશે

તા. ૨૦ મી એપ્રિલ સુધી બપોરના બે વાગ્યાથી દુકાનો બંધ રહેશે

અંકલેશ્વર શહેરમાં કોરોના એ કહેર વર્તાવ્યો છે ત્યારે કોરોના ના સંક્રમણ ને અટકાવવા માટે ગોયા બજારના વેપારીઓ એ મહત્વ નો નિર્ણય લીધો છે ગોયા બજાર વેપારી મંડળ દ્વારા તા. ૨૦ મી એપ્રિલ સુધી બપોરના ૨ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા નો નિર્ણય લીધો છે અંકલેશ્વર માં રોજે રોજ વધતા કોરોના ના કેસ ના પગલે શહેરમાં સ્વૈચ્છીક કરફ્યુ નો નિર્ણય લેવામાં આવતા મોડી સાંજે ૮ વાગ્યા થી સવાર ના ૬ વાગ્યા સુધી ફરફયૂ લાદવામાં આવ્યો છે જેનો અમલ પણ થઇ રહ્યો છે ત્યારે વધતા કેસ ના કારણે શહેર ની મહત્વ ની ગોયા બજાર ના વેપારી મંડળ દ્વારા મહત્વ નો નિર્ણય લીધો છે.

વેપારીઓ દ્વારા સવાર ના ૬ વાગ્યા થી બપોરના ૨ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા નો સ્વૈચ્છીક નિર્ણય લીધો છે તા.૨૦ મી એપ્રિલ સુધી બપોરના ૨ વાગ્યા થી સવાર ના ૬ વાગ્યા સુધી સ્વૈચ્છીક બંધ રાખવા નું નક્કી કરી ગઇ કાલ થી ગોયા બજાર તા. ૨૦ એપ્રિલ સુધી બપોરના ૨ વાગ્યા થી બંધ રાખવા નો નિર્ણય લીધો છે પ્રથમ દિવસે જ સંપૂર્ણ દુકાનો બંધ રહી હતી અને વેપારી મંડળ ના આગેવાનો એ શહેર ની અન્ય બજાર ના વેપારીઓ પણ સંક્રમણ ને અટકાવવા નિર્ણય લે તેવી લાગણી વ્યક્ત કરી હતી

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.