Home South-Gujarat રાયસીંગપુરાના બે અનાથ બાળકોનું મુખ્ય મંત્રી દ્વારા સન્માન કરી સહાયના હુકમ અપાયા

રાયસીંગપુરાના બે અનાથ બાળકોનું મુખ્ય મંત્રી દ્વારા સન્માન કરી સહાયના હુકમ અપાયા

16
0

બાળકોને મળશે મુખ્ય મંત્રી બાળ સેવા યોજના હેઠળ માસિક ચાર હજારની સહાય
પંચમહાલ કલેકટર કચેરી ગોધરા ખાતે તાજેતરમાં યોજાયેલ ઑનલાઇન મુખ્ય મંત્રી બાળ સેવા યોજના કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાના રાયસિંગપુરા ગામના બે અનાથ બાળકોને મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીના વરદ હસ્તે ‘મુખ્ય મંત્રી બાળ સેવા યોજના’ ના ઓર્ડર અને શૈક્ષણિક વિવિધ ભેટો આપીને બિરદાવવામાં આવ્યા હતા. ગોધરા તાલુકાની રાયસિંગપુરા પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રકુમાર ડી પરમાર અને ઓરવાડા વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષક અલ્પેશકુમાર પટેલના સહયોગથી બંને બાળકોને સરકારની આ મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાનો લાભ મળે તે દિશામાં તજવીજ કરતા ગામના બંને વિધાર્થી યોગેઁદ્રકુમાર રાઠોડ અને હાજીતસિંહ રાઠોડને સરકાર દ્વારા રૂપિયા ચાર હજાર માસિક સહાય શરૂ થઈ છે.


બને વિધ્યાર્થીઓએ પોતાનામાં બાપ ગુમાવી દીધા છે, ત્યારે સરકાર આ બાળકોના માં-બાપ બનીને આ યોજના હેઠળ આવરી લઈને બાળકોના ખાતામાં માસિક 4000 જેટલી રકમ આપવામાં આવી રહી છે. કલેકટર કચેરી ખાતે યોજાયેલ ઑનલાઇન કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી સૂજલ મયાત્રા, નિવાસી અધિક કલેકટર શ્રી એમ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ કામિનીબેન રાઉલજી સહિત અનેક અધિકારી પદાધિકારી શ્રીઓની હાજરીમાં આ યોજનાના ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાળ સુરક્ષા અધિકારી જીગ્નેશકુમાર પંચાલ, સમાજ સુરક્ષા અધિકારી શ્રી જે એચ લખરા, ચિલ્ડ્રન વેલફર કમિટીના પ્રમુખ નીતિન શાહ સહિત અનેકોએ આવા માબાપ વિહોણા અનાથ બાળકોને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા હતા . આ તબક્કે રાયસિંગપુરા ગામના ગામલોકો અને શાળાના શિક્ષકોએ આ બંને બાળકોને સરકારી સહયોગ મળતા એમના સારા શિક્ષણ અને સુખી જીવનની કામના કરી છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleઓનલાઇન ભણતરમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવું..?
Next articleઅંકલેશ્વર ના ત્રણ રસ્તા સર્કલ પાસે પાર્ક કરેલ અલ્ટો કાર ના કાચ તોડી બે લેપટોપ ની ચોરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here