વિશ્વ સ્વાસ્થય સંગઠન ના મુખ્ય વૈજ્ઞાનિક એ ચેતવણી આપી છે કે ભલે દુનિયાભરના દેશમાં પોતાને ત્યાં કોરોનાની રસી લગાવાનું શરૂ કરી દીધું પરંતુ 2021ની સાલમાં હર્ડ ઇમ્યુનિટી આવવાનું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે કેટલાંય દેશોમાં સોશિયલ ડિસ્ટેંસિંગ અને વસતીની વચ્ચેનો રેશિયો એટલો બધો અસંતુલિત છે કે ત્યાં હર્ડ ઇમ્યુનિટી આવવામાં ઘણો સમય લાગશે.
WHOના ચીફ સાયન્ટિસ્ટ ડૉ.સૌમ્યા સ્વામીનાથન (Soumya Swaminathan) એ કહ્યું કે દુનિયાના કેટલાંય દેશોમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું મુશ્કેલ છે. કેટલાંક દેશોમાં લોકો સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોને માની રહ્યા જ નથી. આથી વેક્સીનેશન પ્રોગ્રામ બાદ પણ આ વર્ષના અંત સુધીમાં હર્ડ ઇમ્યુનિટી આવવી ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે.
ડૉ.સૌમ્યા એ કહ્યું કે તાજેતરના સપ્તાહમાં બ્રિટન, યુએસ, ફ્રાન્સ, કેનેડા, જર્મની, ઇઝરાયલ, નેધરલેન્ડસ જેવા કેટલાંય દેશોમાં કોરોના વેક્સીનેશનલ પ્રોગ્રામ શરૂ કરી દીધો છે. અલગ-અલગ વેક્સીનથી લોકોને કોરોનાથી બચાવામાં મદદ તો મળશે. સાથો સાથ જે ખૂબ જ સંવેદનશીલ છે આ બીમારીને લઇ તેમણે આરામ મળશે, તેમ છતાંય 2021ની સાલમાં હર્ડ ઇમ્યુનિટી આવશે નહીં.
ડૉ.સૌમ્યા એ કહ્યું કે દુનિયાના કેટલાંય હિસ્સામાં ભલે હર્ડ ઇમ્યુનિટીની જાહેરાત કરી દેવામાં આવી હોય પરંતુ 2021માં દુનિયાના તમામ લોકો આ બીમારીથી સુરક્ષિત થશે નહીં. હર્ડ ઇમ્યુનિટી માટે આખી દુનિયાના 70 ટકા લોકોને વેક્સીનેશન કરવા પડશે. ત્યારે કયાંક જઇને દુનિયાની આખી વસતી કોરોનાથી સુરક્ષિત થશે.
WHOના ડાયરેકટર સલાહકાર ડૉ.બ્રૂસ એલવૉર્ડ એ કહ્યું કે સંયુકત રાષ્ટ્ર એ વાતની આશા કરી રહ્યું છે કે આ મહિનાના અંતમાં કે ફેબ્રુઆરીથી દુનિયાના કેટલાંક ગરીબ દેશોમાં વેક્સીનેશન પ્રોગ્રામ શરૂ થઇ જશે. તેના માટે આખી દુનિયાને એકજૂથ થવાનું કહ્યું છે. આપણે કોરોનાથી બચવા માટે એકબીજાને સાથ આપવો જ પડશે. ત્યારે તમામ દેશ સુરક્ષિત રહેશે.
ડૉ. સૌમ્યા એ કહ્યું કે અત્યારે જે પણ વેક્સીન લોકોને લાગી રહી છે તે ધનિક દેશોમાં લાગી રહી છે. ગરીબ અને વિકાસશીલ દેશો માટે સંયુકત રાષ્ટ્ર દ્વારા ચલાવામાં આવી રહેલા પ્રોગ્રામ COVAX ની અંતર્ગત રસીની અછત આવી રહી છે. કારણ કે દાનદાતા દેશ પહેલાં પોતાના દેશના લોકોને સુરક્ષિત રાખવા માટે તૈયારીમાં લાગી ગયા છે. આ બધાની વચ્ચે નવી ચિંતા બનીને બ્રિટન અને આફ્રિકાનો નવો કોરોનાવાયરસ સ્ટ્રેન સામે આવ્યો છે.
WHOની ચેતવણી છે કે હાલમાં જે કોરોનાના કેસ વધ્યા છે તે કોરોના વાયરસના મ્યુટેશનથી વધ્યા નથી. પરંતુ લોકો વધુ પરસ્પર મળી રહ્યા છે એટલે કે સોશિયલ ડિસ્ટેંસિંગને નજરઅંદાજ કરી લોકો હવે ફરવા લાગ્યા છે. નવું વર્ઝન આવતા પહેલાં જ કોરોનાની બીજી લહેર દુનિયાના કેટલાંય દેશોમાં ઝડપથી ફેલાય રહી હતી.
WHOના ઇમરજન્સી ચીફ ડૉ.માઇકલ રેયાને કહ્યું કે વર્ઝનના લીધે કોરોનાના કેસમાં તેજી આવી નથી પરંતુ આ લોકો દ્વારા કોરોનાથી સંબંધિત નિયમોનું પાલન ના થવાથી છે. એનાથી કોઇ ફરક પડતો નથી કે વર્ઝન કયો છે. ફરક એનાથી પડે છે કે કયા દેશના લોકો કોરોનાથી સંબંધિત નિયમોનું કેટલું પાલન કરે છે. નહીં માને તો કોરોનાની લહેર આવતી રહેશે. પછી ગમે તેટલી રસી લગાવી લો. તમે ત્યાં સુધી સુરક્ષિત નહીં રહી શકો જ્યાં સુધી તમે પોતાને સુરક્ષિત રાખવા માંગતા નથી.