Home Gujarat રાજ્ય ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્ર ને ગુજરાત હાઈકોર્ટ માં પડકારવામાં આવ્યો...

રાજ્ય ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્ર ને ગુજરાત હાઈકોર્ટ માં પડકારવામાં આવ્યો છે.

14
0

રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓ યોજાવા જઈ રહી છે. રાજ્ય ચૂંટણી પંચે તારીખોનું એલાન કરી દીધું છે, ત્યારે સ્વાભાવિક રીતે ભાજપ,કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ સતર્ક થવાની છે. હાલ તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્ર ને ગુજરાત હાઈકોર્ટ માં પડકારવામાં આવ્યો છે. ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતગણતરીની તારીખ અલગ અલગ રાખી છે, જેના કારણે એક અરજદારે મતગણતરીની તારીખ એક જ રાખવાની રજૂઆત કરી છે.
આ સિવાય મનપાના ચૂંટણીના પરિણામ પહેલા જાહેર કરવા મુદ્દે પણ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે. તેને અરજીમાં જણાવ્યું કે “મનપાના પરિણામની જિલ્લા-તાલુકાની ચૂંટણીમાં અસર પડી શકે, જેથી મતગણતરીની તારીખ એક રાખવા અરજી કરાઈ છે. અરજદારે જણાવ્યું છે કે રાજ્યના ચૂંટણી પંચે જાહેર કરેલા પરિપત્રથી મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવ નથી. આ અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં એક મોટું આવ્યું છે. ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્રને ગુજરાત હાઈકોર્ટમાં પડકારાયો છે. અરજદારે પોતાની અરજીમાં નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે જોવાની જવાબદારી તમામની હોવાની રજૂઆત કરાઈ છે. ચૂંટણીપંચના પરિપત્ર પ્રમાણે મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવ નહીં બને તેવી પણ ધારદાર રજૂઆત કરાઈ છે.
6 મહાનગરોની ચૂંટણીના પરિણામ બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની મતદાન થાય તો મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના મતગણતરીની તારીખ એક જ રાખવી જોઈએ તેવું જણાવવામાં આવ્યું છે. હવે આ અરજી પર હાઈકોર્ટમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.

Previous articleનાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે.
Next articleગુજરાત માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આયોગે કોવિડ ગાઈડલાઈન જાહેર કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here