South-Gujarat

શનિવારે બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સોમવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધી ભરૂચ શહેર સ્વૈચ્છિક બંધ પાળશે

તા.૧૭-૦૪-૨૦૨૧ ને શનિવારે બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સોમવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધી ભરૂચ શહેર સ્વૈચ્છિક બંધ પાળશે

જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ વિવિધ એસોસીએશન સાથે બેઠક યોજી

ભરૂચ જિલ્લામાં વધી રહેલા સંક્રમણને અટકાવવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાની અપીલને માન આપીને તા.૧૭-૦૪-૨૦૨૧ ને શનિવારે બપોરના ૧૨:૦૦ વાગ્યાથી તા.૧૯-૦૪-૨૦૨૧ ને સોમવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધી ભરૂચ શહેર સ્વૈચ્છિક બંધ પાળશે અને મેડિકલ – ડેરી સિવાયના તમામ વેપાર ધંધા બંધ રાખવા વેપારી સહિત વિવિધ એસોસીએશન સાથેની કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં જણાવ્યું હતું.
બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, સ્વૈચ્છિક બંધની અપીલ અને વિનંતી જનહિતમાં છે ત્યારે આ બંધમાં સૌ સાથ સહકાર આપે તેવી અપેક્ષા સેવી કોવિડ-૧૯ ની ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરે તે જરૂરી છે.
જિલ્લા કલેક્ટરશ્રીની અપીલને માન આપી તા.૧૭-૦૪-૨૦૨૧ ને બપોરે ૧૨:૦૦ વાગ્યાથી તા.૧૯-૦૪-૨૦૨૧ ને સોમવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધી ભરૂચ શહેરના વેપારી એસોસીએશન સ્વૈચ્છિક રીતે બંધ પાળશે. આ ઉપરાંત ભરૂચ શહેર અને જિલ્લાના વેપારીઓ ઉક્ત દિવસ દરમિયાન સ્વૈચ્છિક બંધ પાળવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીશ્રી પ્રજાપતિ, મામલતદારશ્રી, વિવિધ એસોસીએશનના પ્રમુખશ્રી તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.