International

હવે ટ્વીટર બાદ TikTokને ખરીદવાની રેસમાં ઉતરી આ કંપની, ડોનાલ્ડ ટ્રમ્પે પણ કર્યા વખાણ

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ટિકટોકના કારોબારને વેચી દેવાનો આદેશ કરતાં ટિકટોક ખરીદવા માટે હવે કંપનીઓ વચ્ચે હોડ જામી છે. અગાઉ માઇક્રોસોફ્ટ એકલું જ ટિકટોકની ખરીદી માટે આગળ આવ્યું હતું. જે બાદ ટ્વીટરે પણ ટિકટોક ખરીદવા પણ રસ દાખવ્યો છે. તેવામાં હવે સમાચાર સામે આવ્યા છે કે Oracle કંપની પણ હવે ટિકટોક ખરીદવાની રેસમાં ઉતરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઓરેકલના વખાણ કરી ચૂક્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, લાગે છે કે અમેરિકી સોફ્ટવેર કંપની ઓરેકલ ચીની વીડિયો શેરિંગ પ્લેટફોર્મ ટિકટોકના અધિગ્રહણને સંભાળવામાં સક્ષમ હશે. ટ્રમ્પે મંગળવાર સાંજે જ કહ્યું હતું કે, મને લાગે છે કે ઓરેકલ એક શાનદાર કંપની છે અને તેનો માલિક જબરદસ્ત વ્યક્તિ છે. મને લાગે છે કે ઓરેકલમાં નિશ્ચિત રીતે કોઈ એવું હશે કે તેને સંભાળી શકતું હશે. ઉલ્લેખનીય છે કે, ઓરેકલના કો-ફાઉન્ડર અને ચેરમેન લેરી એલિસન સરેઆમ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કરે છે.

ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓનાં કારણે અમેરિકામાં ટિકટોકના ઓપરેશન્સને અન્ય કોઈ અમેરિકી કંપનીને વેચી દેવા માટે 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. જો આ તારીખ સુધી ટિકટોક પોતાનો અમેરિકાનો કારોબાર કોઈ અમેરિકન કંપનીને નહીં વેચે તો અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ લાગી જશે. તો ભારતમાં પણ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ટિકટોકને ખરીદી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Leave a Reply

Your email address will not be published.