માળીયા હાટીના જેન સંઘ સંચાલિત જેન ઉપાશ્રયમાં છેલ્લા એકાદ વરસથી જેન મુનિ નિરાલિબાઈ સ્વામી તથા વનીતાબાઈ સ્વામી બિરાજી અઠમ વર્ષી તપ તપસ્યા કરતા હોય જેઓની વર્સીનું આજે પારણું હોય હાટી સમાજના હમીરભાઈ સિંધવ ના આજના સ્વામી વત્સલ્યના દાતા બની ઉજ્જવણી કરવામાં આવેલ આ તકે જૂનાગઢ સંઘના લલિતભાઈ દોશી, રમેશભાઈ શેઠ, અમુદાન ગઢવી, મહેન્દ્રભાઈ ગાંધી, સૂર્યકાન્તભાઈ ગાંધી તથા રાજુભાઇ દેસાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી આ મહોત્સવ ને દીપાવ્યો હતો તેમજ સ્વામી નિરાલિબાઈ દ્વારા ઉપસ્થિત સર્વે ને આશીર્વચન આપેલ.
રિપોર્ટર. મહેશ કાનાબાર