Home Gujarat જૂનીગઢીના મહાકાળી મંદિરના પૂજારીની પુત્રીનું રહસ્યમય સંજોગોમાં મોત

જૂનીગઢીના મહાકાળી મંદિરના પૂજારીની પુત્રીનું રહસ્યમય સંજોગોમાં મોત

11
0

શહેરના જૂનીગઢી વિસ્તારના મહાકાળી મંદિરના પૂજારીની પુત્રીની લાશ આજે બપોરે તેના ઘર નજીકથી જ મળી આવી છે.લાશ પર બાહ્ય ઇજાના કોઇ નિશાન ન હોય હાલમાં તો પોલીસે માત્ર અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી લાશનું પી.એમ.કરાવ્યુ હતું.પી.એમ.ના પ્રાથમિક રિપોર્ટમાં પણ કોઇ આંતરિક ઇજા મળી આવી નથી.જેથી,આ બનાવ હત્યાનો તો નથી જ.તેવું પોલીસે જણાવ્યું છે.પરંતુ,મહિલાના મોતનું કારણ જાણવા માટે પોલીસે વિસેરા લઇ ફોરેન્સિકમાં મોકલી આપ્યા છે.જે રિપોર્ટ આવ્યા પછી જ મહિલાના મોતનું કારણ જાણી શકાશે.
શહેરના અત્યંત ભરચક એવા જૂનીગઢી વિસ્તારમાં આવેલા પૌરાણિક મહાકાળી માતાના મંદિરનાપૂજારી રણછોડભાઇ ગોસ્વામીને સંતાનમાં ત્રણ પુત્રીઓ છે.જે પૈકી ૪૫ વર્ષની પુત્રી અંજનાના લગ્ન પછી છૂટાછેડા થઇ ગયા હતા.અને તે છેલ્લા ૧૦ વર્ષથી પિતાની સાથે જ રહેતી હતી.અંજના સવારે ઘરેથી નીકળી જતી હતી.અને વિસ્તારમાં ફરતી રહેતી હતી.આજે બપોરે ત્રણ વાગ્યે અંજના ઘરની નજીક બેભાન હાલતમાં પડી રહી હતી.જેની જાણ તેના પરિવારને થતા તેની બહેન પૂર્ણિમા અને માતા નીરૃબેન સ્થળ પર દોડી ગયા હતા.બેભાન હાલતમાં પડેલી અંજનાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.પરંતુ,તેને સારવાર અપાય તે પૂર્વે જ તેનું મોત થયુ હતું.
શરૃઆતમાં પરિવારે હોસ્પિટલમાં એવી વિગત જણાવી હતી કે,કોઇ અંજનાની સાથે ફરતા એક અજાણ્યા યુવકે માર મારતા અંજનાનું મોત થયુ છે.પરિવારે જણાવેલી કેફિયતના આધારે સિટિ પોલીસ સ્ટેશનના પીઆઇ એ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.પરંતુ,લાશ પર બાહ્ય ઇજાના કોઇ નિશાન નહતા.જેથી,પોલીસે લાશનું પી.એમ.કરાવ્યુ હતું.જેમાં પણ બાહ્ય કે આંતરિક ઇજાના નિશાન મળી આવ્યા નથી.તેમજ પોલીસે આજુબાજુના વિસ્તારમાં પણ રહીશોની પૂછપરછ કરી હતી.જેમાં પણ કોઇ વ્યક્તિએ અંજનાને માર માર્યો હોવાની વાતને સમર્થન મળતુ નથી.જેથી,પોલીસના કહેવા મુજબ આ બનાવ હત્યાનો છે નથી.કુદરતી મોતનો છે.અને મહિલાના મોતનું કારણ જાણવા માટે પોલીસે વિશેરાને ફોરેન્સિક માં તપાસ માટે મોકલી આપ્યા છે.
પરિવાર હત્યાનો જ આક્ષેપ કરે છે પણ પીએમ રિપોર્ટથી સમર્થન મળતુ નથી
અંજનાના માતા નીરૃબેને એક વાતચીત દરમિયાન એવો આક્ષેપ કર્યો હતો કે,મારી પુત્રીની સાથે ફરતા યુવકે જ તેને માર મારતા તેનું મોત થયુ છે.નીરૃબેનને સંતાનમાં ત્રણ પુત્રીઓ છે.જેમાં અંજનાના લગ્ન પછી છૂટાછેડા થઇ ગયા છે.અને તે માતા પિતાની સાથે રહે છે.તેમની બીજી પુત્રી પૂર્ણિમાના પણ લગ્ન થઇ ગયા છે.તેને સંતાનમાં એક પુત્રી છે.તેના પતિનું હાર્ટ એટેકથી મોત થતા તે પણ માતા પિતાની સાથે જ રહે છે.જ્યારે ત્રીજી પુત્રી મંજુલા લગ્ન પછી પોતાના પતિ સાથે મંજુલાના પિયરમાં જ રહે છે.
અંજનાના પિતાએ પણ એક વાતચીત દરમિયાન પુત્રીની હત્યાનો આક્ષેપ કર્યો છે.પરંતુ,બનાવને નજરે જોનાર કોઇ મળી આવતુ નથી,તેમજ પીએમ રિપોર્ટમાં પણ ઇજાના નિશાન નથી.જેથી,હત્યાના આક્ષેપને સમર્થન મળતુ નથી.

Previous articleવનરાજ હોટલમાં જઈ ચડ્યો:જૂનાગઢમાં રાજકોટ હાઇવે પરની હોટલમાં વહેલી સવારે સિંહ આવી ચડ્યો, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
Next articleહોમિયોપેથિક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સના આઇપેન્ડ દરો ન વધતા વિરોધ પ્રદર્શન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here