GUJARAT

પ્રાંતિજ ખાતે પ્રાંતિજ ના વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડવાનો નિર્ણય

પ્રાંતિજ પણ સ્વૈચ્છિક લોકડાઉન ની લાઈન મા

– રવિવાર અને સોમવાર ના દિવસે તમામે તમામ ધંધા રોજગાર બંધ .
– દવા ના વેપારીઓ દુકાનો ખુલ્લી રાખી શકશે .
– તા.૧૭|૪|૨૦૨૧ થી તા.૩૦|૪|૨૧ સુધી તમામ દુકાનો ૮થી ૩ વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે વેપારીઓ દ્વારા કોરોનાનુ વધતુ જતું સંક્રમણ ને રોકવા માટે બે દિવસ માટે સ્વયંભૂ બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો તો રવિવાર અને સોમવાર ના દિવસે મેડીકલ ની દુકાનો સિવાય પ્રાંતિજ બજાર સ્વયંભૂ બંધ રહેશે તો તારીખ ૧૭|૪|૨૦૨૧ થી ૩૦|૪|૨૦૨૧ સુધી સવારે ૮ થી બપોર ના ૩ વાગ્યા સુધીજ બજાર ખુલ્લુ રહેશે .

પ્રાંતિજ સહિત તાલુકા મા કોરોના ના કેસો નો રાફડો ફાટતા અને મૃત્યુ આંક વધતા પ્રાંતિજ ના વેપારીઓ દ્રારા સ્વૈચ્છિક લોકડાઉન નિર્ણય કર્યો તો પ્રાંતિજ પણ સ્વૈચ્છિક લોકડાઉન ની લાઈન મા આજે પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા ની અધ્યક્ષ સ્થાને એક મીટિંગ યોજાઇ હતી

જેમા પ્રાંતિજ ના વિવિધ એસોસિયેશન ના વેપારીઓ દ્રારા તારીખ ૧૮|૪|૨૦૨૧ થી ૧૯|૪|૨૦૨૧ બે દિવસ રવિવાર અને સોમવાર ના દિવસે સંપુર્ણ સ્વૈચ્છિક બંધ પાડવાનો નિર્ણય લીધો હતો અને તારીખ ૧૭|૪|૨૦૨૧ થી તારીખ ૩૦|૪|૨૦૨૧ સુધી સવાર આઠ થી બપોર ના ત્રણ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય પણ કરવામા આવ્યો છે જયારે રવિવાર અને સોમવાર બંધ ના દિવસે તથા ચાલુ દિવસો મા ૧૭થી૩૦ તારીખ સુધીમા પણ મેડીકલ ની દુકાનો ખુલ્લી રહશે. અને જો વેપારીઓ બંધની અમલવારી નહી કરે તો તેની સામે પ્રાંતિજ નગર પાલિકા અને પ્રાંતિજ પોલીસ દ્રારા સકારાત્મક પગલાંઓ પણ લેવામા આવશે તો પ્રાંતિજ નગર પાલિકા ના ચીફ ઓફિસર ઉર્મિલાબેન ને પણ જણાયુ હતુ કે અમે આજે જ નગરપાલિકા સહિત ના વિસ્તારો મા આ અંગે ની રીક્ષા ફેરવી ને નગરજનો તથા બજાર વિસ્તાર ના વેપારીઓને જાણ કરી દેવામા આવશે તો મીટીંગ મા પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા , તાલુકા હેલ્થ ઓફિસર એ.એમ.સોલંકી , પ્રાંતિજ પીઆઈ પી.એલ.વાધેલા , નગરપાલિકા ના ચીફ ઓફિસર ઉર્મિલાબેન , નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા સહિત પ્રાંતિજ ના વિવિધ એસોસિયેશન મંડળ ના પ્રમુખો પ્રતિનિધિઓ સહિત ગામના આગેવાનો નગરપાલિકા ના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા .

Leave a Reply

Your email address will not be published.