Home Business ડોલર ઇન્ડેક્સમાં નરમાઈને કારણે છેલ્લા એક મહિનાથી હજાર કરોડનું રોકાણ ઠાલવતી રહી.

ડોલર ઇન્ડેક્સમાં નરમાઈને કારણે છેલ્લા એક મહિનાથી હજાર કરોડનું રોકાણ ઠાલવતી રહી.

50
0

વિતેલા સપ્તાહે ૨.૫ વર્ષનું તળિયું બનાવીને બાઉન્સ થયેલો ડોલર ઇન્ડેક્સ શેરબજારમાં એફ્આઈઆઈની વેચવાલીનું કારણ બન્યો છે સાથે તેને કારણે આઈટી અને ફાર્મા જેવા નિકાસકર્તા ક્ષેત્રોને લાભ મળતો જોવાઈ રહ્યો છે. એનાલિસ્ટ્સના મતે જો ડોલર ઇન્ડેક્સ સુધારો જાળવી રાખશે તો આઈટી શેર્સ વધુ મજબૂતી દર્શાવશે. ફાર્મા ક્ષેત્ર પણ તેને અનુસરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.
મંગળવારે માર્કેટને સૌથી વધુ સપોર્ટ આઈટી ક્ષેત્ર તરફથી મળ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ૩.૪ ટકા ઊછળી ૨૩,૬૧૧ની તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. અગ્રણી આઈટી કાઉન્ટર્સ જેવાકે ઇન્ફેસિસ, એચસીએલ ટેક્નોલોજી, એલએન્ડટી ઇન્ફેટેક વગેરેએ ૪-૫ ટકા સુધારા સાથે તેમની સર્વોચ્ચ ઊંચાઈ પણ દર્શાવી હતી. બીજી બાજુ નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ પણ ૨.૨૨ ટકા સુધરી ૧૨,૫૫૧ પર બંધ રહ્યો હતો. આ બંનેના સપોર્ટને લીધે નિફ્ટી તેની ૩૪-ડીએમએનો સપોર્ટ લઈને પરત ર્ફ્યો હતો એમ એનાલિસ્ટ જણાવે છે. ડોલર ઇન્ડેક્સમાં નરમાઈને કારણે છેલ્લા એક મહિનાથી એફ્આઈઆઈ દૈનિક ધોરણે રૂ. અઢીથી ત્રણ હજાર કરોડનું રોકાણ ઠાલવતી રહી હતી. જોકે ડોલર ઇન્ડેક્સમાં બાઉન્સ પાછળ તેણે ટ્રેન્ડ રિવર્સલ દર્શાવ્યું હતું અને સોમવારે તેણે લાંબાગાળા બાદ રૂ. ૩૦૦ કરોડથી વધુનું વેચાણ નોંધાવ્યું હતું. ડોલર ઇન્ડેક્સ ૯૦ પર ટ્રેડ થઈ રહ્યો છે ત્યાં સુધી FIIનો ફ્લો નહિવત્ જોવા મળી શકે છે. અગાઉ ૨૦૦૪થી ૨૦૦૭ દરમિયાન ડોલરમાં નરમાઈ વચ્ચે FIIએ ઇર્મિંજગ બજારોમાં જંગી રોકાણ ઠાલવ્યું હતું. જોકે ડોલર ઇન્ડેક્સમાં સુધારો થતાં તેમણે વેચવાલી દર્શાવી હતી. એપ્રિલમાં ૧૦૨ના સ્તરેથી ડોલર ઇન્ડેક્સ ઘસાતો રહી ૯૦ની નીચે ઊતરી ગયો હતો. જે એપ્રિલ ૨૦૧૮ બાદનું તેનું તળિયું હતું. યુએસ ખાતે સ્ટિમ્યુલસ તથા ફેડે બોન્ડ બાઇંગ જાળવી રાખવાનું જણાવ્યા બાદ ડોલર ટૂંકાગાળા માટે બોટમ આઉટ થયો હોય તેવું એનાલિસ્ટ્સ માને છે.


Previous articleરાજ્યમાં પ્રથવાર ખરીફ્ સિઝન હેઠળ જોવા મળતાં સરેરાશ ૮૫ લાખ હેક્ટર વિસ્તારના ૫૦ ટકા વિસ્તારમાં રવી વાવેતર નોંધાયું.
Next articleરાહુલ ગાંધી એ કોરોના વેક્સીન ને લઈ મોદી સરકાર પર ખડા સવાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here