વધતા કોરોના સંક્રમણને લઇને દ્વારકા જગત મંદિરને બંધ રાખવાનો નિર્ણય મંદિર પ્રશાસને લીધો છે.17 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.આ દરમિયાન પૂજારી પરિવાર નિત્યક્રમ મુજબ પૂજા-આરતી કરશે.તથા જગત મંદિરની વેબસાઇટ પરથી ભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે. યાત્રાધામ વડતાલ સ્વામીનારાયણ મંદિરે પણ કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા મંદિર દ્વારા શાકોત્સવ ઉત્સવ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
તેમજ દૂર આવનાર લોકોને પૂનમના દિવસે તેમજ સામાન્ય દિવસે પણ જ્યાં સુધી કોરોના સ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી દર્શન કરવા ન આવવા મંદિર તરફથી અપીલ કરવામાં આવી છે તેમજ ત્યાંના સ્થાનિક ભક્તો માટે વેક્સિનના બંને ડોઝનું સર્ટિફિકેટ હોય તો જ મંદિરના પટાંગણમાં પ્રવેશ આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. કોઠારી ડૉ. સંત વલ્લભદાસજી સ્વામીએ વધુમાં કહ્યું છે કે ભક્તો માટે ઓનલાઇન દર્શનની સુવિધા ઊભી કરવામાં આવી છે તેનો ભક્તો લાભ લઈ શકે છે.
