GUJARAT

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી શક્યતા.

રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મુદત છેલ્લા એક માસથી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો, 83 નગરપાલિકાઓ અને 6 મહાનગરપાલિકાઓ મુદ્દત પૂર્ણ થઈ જતાં હાલ વહીવટદાર શાસન છે. ત્યારે આજે બપોરે રાજ્ય ચૂંટણી પંચ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરે તેવી પુરી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં આ ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસે છેલ્લા એક મહિનાથી કવાયત હાથ ધરી છે. ઉમેદવારો નક્કી કરવા માટે નિરીક્ષકોની નિમણૂંક સહિતની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બન્ને પક્ષો હાલ ચૂંટણી જાહેર થવાની રાહ જોઈ રહ્યાં છે. કોરોનાના લીધે એક તબક્કે બન્ને પક્ષોમાં મતદાન પર અસર થવાનો ડર પણ વ્યાપેલો છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ભાજપ, કોંગ્રેસે તૈયારી પણ શરૂ કરી દીધી છે. કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ રાજ્યમાં જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ મંગળવારે ગુજરાત પ્રમુખની જાહેરાત કરી દીધી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 25 ફેબ્રુઆરી સુધીમાં મતદાન પણ પૂર્ણ થઈ જશે. મહામારીને પગલે રાજ્ય ચૂંટણી પંચે તમામ ચૂંટણીઓની મુદ્દતમાં ત્રણ માસનો વધારો કર્યો હતો. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની મુદત 2020માં પૂર્ણ થઇ છે.

Leave a Reply

Your email address will not be published.