Home Gujarat રાજ્યના પડોશમાં આવેલા નાનકડા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ અત્યારે ચૂંટણીની મોસમ ચાલી...

રાજ્યના પડોશમાં આવેલા નાનકડા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ અત્યારે ચૂંટણીની મોસમ ચાલી રહી છે.

2
0

રાજ્યના પડોશમાં આવેલા નાનકડા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ અત્યારે ચૂંટણીની મોસમ ચાલી રહી છે. આગામી સમયમાં સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. જેને લઇને પ્રદેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. એવા સમયે જ પ્રદેશના રાજકારણમાં સૌથી મોટા સમાચાર આવ્યા છે કે, સાત ટર્મ સુધી સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ તરીકે ચૂંટાતા આવતા અપક્ષ સાંસદ મોહન ડેલકરએ આખરે જેડીયુ સાથે ગઠબંધન કરી દીધું છે.
આજે વિધિવત રીતે સેલવાસમાં ગઠબંધનની જાહેરાત પણ કરી દીધી છે. મહત્વપૂર્ણ છે કે ગત લોકસભાની ચૂંટણી પહેલાં જ મોહન ડેલકરએ દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામું આપી અને કોંગ્રેસ સાથે છેડો ફાડી અને અપક્ષ તરીકે સાંસદ તરીકે જીતી અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીનું સાતમી વખત લોકસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ત્યારે પ્રદેશના રાજકારણમાં સૌથી મોટુ માથું ગણાતા ડેલકરએ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સમયે જ મોહન ડેલકર પોતાનો દબદબો યથાવત રાખવા માટે તેઓએ જિલ્લા પંચાયત નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પોતાની સમર્થકો સાથે જનતાદળ યુનાઇટેડ ની સાથે ગઠબંધન કર્યું છે. અને આગામી સમયમાં સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવનાં જિલ્લા પંચાયત, નગર પાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જેડીયુના તીરના નિશાન હેઠળ તેમના ગઠબંધનના ઉમેદવારોને ઉભા રાખશે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉજ્જવળ દેખાવ કરી અને જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં સત્તા જમાવવા માટે રણનીતિ તૈયાર કરી છે.
આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના જનતાદળ યુનાઇટેડના પ્રદેશ પ્રમુખ ધર્મેશ ચૌહાણની હાજરીમાં સંઘ સાંસદ મોહન ડેલકરએ જે.ડી.યુ સાથે ગઠબંધન કરી અને વિધિવત રીતે તેની જાહેરાત પણ કરી હતી.
આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અગાઉ જ દાદરા નગર હવેલીમાં મોહન ડેલકર અને જેડીયુના આ ગઠબંધનની આગામી સમયમાં લોકસભા અને રાજ્યસભામાં પણ તેની અસર જોવા મળશે. ડેલકર ખુદ સ્વીકારી રહ્યા છે કે, આગામી સમયમાં લોકસભામાં પણ જ્યારે પ્રદેશના હીતના સવાલ આવશે. એ વખતે તેઓ જેડીયુની સાથે અવાજ મિલાવી અને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરી અને પ્રદેશની સમસ્યાઓનો હલ કાઢવા માટેના પ્રયાસો કરશે.
મહત્વપૂર્ણ છે કે, છેલ્લા કેટલાક સમયથી પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ અને મોહન ડેલકર વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યો છે. એવા સમયે અપક્ષ તરીકે પ્રશાસક પ્રફુલ પટેલ સામે એકલા લડી રહેલા મોહન ડેલકરને હવે જે. ડી.યુનો પણ સાથ મળ્યો છે. લોકસભામાં પ્રદેશના પ્રશ્નોને વાચા આપવા માટે જે.ડી.યુનું સમર્થન મેળવી અને પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. આમ મોહન ડેલકર અને જેડીયુનું ગઠબંધન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને પ્રદેશના રાજકારણ માટે તો મહત્વનું છે જ. પરંતુ સાથે સાથે લોકસભામાં પણ હવે જેડીયુનો મોહન ડેલકરનો સાથ મળશે. આથી આ ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાએ પણ મહત્ત્વનું બની રહેશે.

Previous articleWHO એ હર્ડ ઇમ્યુનિટી માટે કોરોના વાયરસ ફેલાવાનું સમર્થન કરનારાઓને ચેતવણી આપી દીધી છે.
Next articleહનીટ્રેપકાંડમાં મુખ્ય સુત્રધાર મહિલા એએસઆઈ બુહા જ નીકળતા બે દિવસ પહેલા યુનિર્વિસટી પોલીસે તેની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here