કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ રિટાયરમેન્ટ પહેલાં પણ થોડા પૈસા ઉપાડવા માટે મંજૂરી આપી દીધી છે. પણ તેની સાથે અમુક શરતો પણ લાગુ કરવામાં આવી છે. હોમ લોન, રિપેમેન્ટ, લગ્ન, મેડિકલ ઈમરજન્સી, શિક્ષા, ઘર ખરીદવા કે ઘરમાં નિર્માણ કામ કરાવવા માટે આ ફંડનો અમુક હિસ્સો ઉપાડવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ રીતે વચ્ચેથી જ પૈસા નીકાળવા માટે EPFOએ નિયમો બનાવ્યા છે, જેના હેઠળ જ જ પૈસા નીકાળી શકાય છે.
PFના પૈસા નીકાળવાનો નિયમ
બેરોજગારીઃ EPFના નવા નિયમો પ્રમાણે, જો કોઈ વ્યક્તિ નોકરી છોડીને કે છૂટ્યા બાદ એક મહિનાથી વધારે સમય બેરોજગાર રહે છે તો તે પોતાના EPFથી મહત્તમ 75 ટકા રકમ નીકાળી શકે છે. 2 મહિનાથી વધારે બેરોજગાર રહેવા પર બચેલી 25 ટકા રકમ નીકાળી શકાય છે.
બાળકોના શિક્ષણ, લગ્નઃ બાળકોના લગ્ન કે તેમના અભ્યાસ માટે વ્યાજની સાથે પોતાના હિસ્સાના 50 ટકા સુધીની રકમ નીકાળી શકે છે. આ માટે શરત એ છે કે, કર્મચારીએ EPFOની સદસ્યતા 7 વર્ષ પૂરા કરી લીધા હોય. સાથે જ બાળક 10મું પાસ કરી ચૂક્યું હોય.
હોમ લોન રિપેન્ટઃ પીએફના માસિક કન્ટ્રીબ્યુશનનો ઉપયોગ હોમ લોનના ઈએમઆઈની ચૂકવણી માટે થાય છે. તેના માટે પતિ પત્ની બંનેના નામથી સંયુક્ત રીતે હોવું જોઈએ. પણ તે માટે તમારે 10 વર્ષની મેમ્બરશિપ પૂરી કરેલી હોવી જોઈએ.
ઘર ખરીદવાઃ કર્મચારી ઘર ખરીદવા કે ઘર બનાવવા માટે પ્લોટ ખરીદવા પોતાના પીએફ ફંડમાંથી રકમ ઉપાડી શકે છે. આ માતે તમને તમારે ઓછામાં ઓછાં 5 વર્ષ સુધી સર્વિસમાં રહેવું જરૂરી છે. ખરીદી કરનાર જમીન કે પ્લોત તમારા નામે કે પતિ/પત્નીના નામે જોઈન્ટ રૂપથી રજિસ્ટર્ડ હોવું જોઈએ.
રિટાયરમેન્ટઃ કર્મચારની ઉંમર 54 વર્ષ પૂરી થયા બાદ કે રિટાયરમેન્ટના એક વર્ષ પહેલાં પોતાના પીએફના 90 ટકા હિસ્સો ઉપાડી શકે છે.
દિવ્યાંગઃ દિવ્યાંગ લોકોને પીએફના પૈસા નિકાળવાની મંજૂરી આપવામાં આવી છે, જેથી તેઓ ઉપકરણ ખરીદી શકે.
સારવારઃ કોઈપણ કર્મચારી પોતાના પરિવારમાં કોઈની સારવાર માટે 6 મહિનાની બેઝિક સેલરી અને ડીએ નીકાળી શકે છે. કે પછી જેટલું પણ તેનું યોગદાન તેટલી રકમ તે ઉપાડી શકાય છે. આ માટે તેને પોતાની કંપની અને ડોક્ટરની સહી કરેલ એક સર્ટિફિકેટ જમા કરાવવું પડશે.
જાણો ઓનલાઈન કેવી રીતે રકમ નીકાળશોઃ
તમે EPFOની વેબસાઈટ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/માં જઈ UAN નંબર અને પાસવર્ડ નાખીને લોગ ઈન કરો. હવે KYCની ડિટેલ ચેક કરો. અને જુઓ કે UAN નંબર આધાર કાર્ડ સાથે જોડાયેલો છે કે નહીં. અને આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતની માહિતી બરાબર ચેક કરી લો. બાદમાં UANના ડેશબોર્ડ પર ક્લિક કરો. જેમાં તમને ઓનલાઈન સર્વિસનું ઓપ્શન દેખાશે. તેમાં ક્લિક કર્યા બાદ એક મેન્યુ ખુલશે. તેમાં ક્લેઈમ પર ક્લિક કરો. અને ક્લેઈમ સબ્મિટ કરવા માટે Proceed For Online Claim ઉપર ક્લિક કરો.