Home International આ બોલ્ડ અભિનેત્રીના પતિનો ધમાકો, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાતથી હાહાકાર

આ બોલ્ડ અભિનેત્રીના પતિનો ધમાકો, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાતથી હાહાકાર

73
0

આ વર્ષે અંતમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ વખતે મેદાનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીમાંથી જો બાઈડન લડવાના છે. બંને વચ્ચેની લડત ખુબ જોરદાર કહેવામાં આવી રહી છે. આ દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે મનોરંજન ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર અને કિમ કર્દાશિયનનો પતિ રૈપર કાન્યે વેસ્ટ પણ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા જઈ રહ્યો છે. આ સંદર્ભે તેણે સોશિયલ મીડિયા પર એક મોટી જાહેરાત કરી છે.

કાન્યે વેસ્ટે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ દ્વારા જાહેરાત કરી છે કે તે અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા જઈ રહ્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે – ભગવાન પર વિશ્વાસ રાખીને હવે અમેરિકાના એ વચનને સમજવું જોઈએ. દેશના ભવિષ્ય વિશે એક અલગ જ મિશનથી જોવું અને વિચારવું જોઇએ. હું અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો છું.કાન્યે વેસ્ટની આ ઘોષણા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કરનારો કાન્યે વેસ્ટનું આ રીતે ચૂંટણી લડવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે તે આ રેસમાં કેટલો આગળ જાય છે એ તો સમય આવ્યે જ ખબર પડશે. પરંતુ તેની ઘોષણા દરેકમાં ઉત્સુકતા વધારી રહી છે. તેના આ નિર્ણય પર મોટા સેલેબ્સનો ટેકો મળવાનું શરૂ પણ થઈ ગયું છે. ટેસ્લા કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ એલોન મસ્કએ કાન્યેને પોતાનો ટેકો આપ્યો છે. તેઓએ ટ્વીટ કરીને કહ્યું કે- તમને મારો સંપૂર્ણ ટેકો છે.આશ્ચર્યજનક વાત એ છે કે કાન્યે આ અગાઉ પણ રાષ્ટ્રપતિ બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ તે પછી તેમણે 2024ની ચૂંટણી લડવાનું મન બનાવી લીધું હતું. પરંતુ હવે ટ્વિટ દ્વારા તે કહે છે કે તેઓ 2020ની ચૂંટણી લડશે તે ઘણી રીતે મહત્વપૂર્ણ છે. હવે કહેવું મુશ્કેલ છે કે કાન્યે રાજકારણ વિશે કેટલી સમજણ ધરાવે છે, પરંતુ તેઓ ઘણા પ્રસંગોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. તેમને પત્ની કિમ કર્દાશિયન સાથે વ્હાઇટ હાઉસમાં જવાની તક પણ મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here