અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીક હસ્તીઓ સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થઈ રહી છે અને લોકોના નિશાને છે. તેમજ અમુક કલાકારોએ પણ સગાવાદનો મુદ્દો ભારે ઉપાડ્યો છે. સુશાંતની આત્મહત્યા પછી કેટલાક સ્ટાર્સ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સગાવાદના આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર હંમેશા સક્રિય રહેતી અભિનેત્રી પાયલ રોહતગીએ યશ રાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડાયરેક્ટર પર આરોપ લગાવ્યો છે.
પાયલ રોહતગી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેણે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે યશ રાજ ફિલ્મ્સ અને તેના કાસ્ટિંગ ડાયરેક્ટર શાનુ શર્મા ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. પાયલ રોહતગીએ વીડિયોમાં ખુલાસો કર્યો છે કે, શાનુ શર્માએ એક મીટિંગ માટે તેની પાસેથી 5000 રૂપિયા વસૂલ્યા હતા.
Ram Ram ji 🙏 Sharing my #Personal experience of how #YashRaj casting director #shanoosharma charged me 5000 rupees for wanting to meet in person to share my photos & to work with the banner. Imagine what they must be doing in their #Talentagency to newcomers 🙏 #BollywoodMAFIA pic.twitter.com/v0tNDfXAdS
— PAYAL ROHATGI & Team- Bhagwan Ram Bhakts (@Payal_Rohatgi) July 4, 2020
પાયલ રોહતગીએ તેના વીડિયોમાં કહ્યું કે, ‘ઘણા લોકો મને કહેતા હતા કે જો હું મારો કોઈ અંગત અનુભવ જણાવું. તો હું તમને આજે એક ખાસ ઘટના વિશે કહું છું. શાનુ શર્માનું નામ એવી યાદીમાં સામેલ છે કે જેની મુંબઈ પોલીસ પૂછપરછ કરી રહી છે. તે યશ રાજ ફિલ્મ્સનો કાસ્ટિંગ ડાયરેક્ટર છે. જ્યારે હું નાના બજેટની ફિલ્મોથી મોટા બજેટની ફિલ્મોમાં જવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે શાનુ શર્માએ મને મળવાની ના પાડી હતી.
પાયલ રોહતગીએ વીડિયોમાં આગળ વાત કરી કે, ઇનકાર કર્યા પછી જ્યારે મેં ઘણી વિનંતી અને પ્રયત્નો કર્યા ત્યારે તેણે મને બેઠક માટે બોલાવી અને ત્યારે પણ પાંચ હજાર રૂપિયા માંગ્યા હતા. તો વિચારો કે આ કાસ્ટિંગ એજન્ટો થોડું કામ કરનારા લોકો સાથે આવું વર્તન કરી શકે તો પછી નવા લોકો સાથે તો એ શું શું ન કરી શકે. અને શું શું નહીં કર્યું હોય.
પાયલ રોહતગીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, રામ-રામ જી, હું તમને જણાવવા માંગું છું કે યશ રાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડાયરેક્ટર શાનુ શર્માએ મને મળવા માટે 5000 રૂપિયા માગ્યા હતા. મીટિંગ દરમિયાન હું મારો પોર્ટફોલિયો તેની સાથે શેર કરવા માંગતી હતી. કલ્પના કરો કે તેઓ નવા લોકો સાથે શું નહીં કરતા હોય. પાયલ રોહતગીએ આ ટ્વિટ સાથે બોલિવૂડ માફિયા નામના હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે.
