Corona-live India

વિશ્વમાં સૌથી ઝડપી કોરોના ચેપ ભારતમાં ફેલાયેલો છે, પરંતુ હવે પહેલાં જેટલો કદાચ ઘાતક નથી.

વિશ્વમાં સૌથી ઝડપી કોરોના ચેપ ભારતમાં ફેલાયેલો છે, પરંતુ હવે પહેલાં જેટલો કદાચ ઘાતક નથી. કારણ કે નવા ચેપમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 70,589 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી 84,877 દર્દીઓ સાજા થયા છે. જોકે 776 દર્દીઓના મોત થયા હતા. આની પહેલાં છેલ્લા 26 દિવસથી દરરોજ એક હજારથી વધુ લોકોના કોરોનાથી મોત થતા હતા.

આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ દેશમાં હવે ચેપગ્રસ્ત કોરોનાની સંખ્યા હવે વધીને 61 લાખ 45 હજાર થઈ ગઈ છે. તેમાંથી 96,318 લોકોનાં મોત નીપજ્યાં છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 9 લાખ 47 હજાર થઈ ગઈ છે અને 51 લાખ 1 હજાર લોકો સાજા થઇ ગયા છે. સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યાની તુલનામાં સાજા થનાર લોકોની સંખ્યા અંદાજે પાંચ ગણી વધુ છે.

ICMRના મતે 28 સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાયરસના કુલ 7 કરોડ 31 લાખ સેમ્પલ ટેસ્ટ કરાઇ ચૂકયા છે, તેમાંથી ગઈકાલે 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઇકાલે કર્યું.

મૃત્યુદરમાં ઘટાડો

રાહતની વાત છે કે મૃત્યુદરમાં સતત ઘટાડો અને એક્ટિવ કેસનો સતત ઘટી રહ્યો છે. મૃત્યુ દર ઘટીને 1.57% થયો છે. આ સિવાય સારવાર હેઠળ એક્ટિવ કેસનો દર પણ 16%થી નીચે આવી ગયો છે. તેની સાથે જ રિકવરી રેટ 83% પર છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.

દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે. અહીં અત્યાર સુધીમાં 13 લાખ કેસ નોંધાયા છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ આવે છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ સક્રિય કેસ છે. સક્રિય કિસ્સામાં ભારત વિશ્વમાં બીજા નંબર પર છે. કોરોના ચેપની સંખ્યામાં ભારત વિશ્વનો બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. મોતના મામલામાં અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારતનો નંબર છે.

Leave a Reply

Your email address will not be published.