દેશમાં અનેક વેક્સિનને મંજૂરી મળી રહી છે ત્યારે પોર્ટુગલ (Portugal)થી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ફાઈઝર (Pfizer)ની વેક્સિન (Vaccine) લીધા બાદ હેલ્થ વર્કર (Health Worker)નું અચાનક મોત થયાનો પહેલો કેસ નોંધાયો છે. 30 ડિસેમ્બરે વેક્સિન લીધા બાદ 1 જાન્યુઆરીએ તેનું મોત થયું હતું. આ સિવાય ફિનલેન્ડ (Finland) અને બુલ્ગારિયા (Bulgaria)માં પણ વેક્સિનની સાઈડ ઈફેક્ટના કેસ સામે આવી રહ્યા છે. તેને લીધે ભયનો માહોલ સર્જાયો છે.
41 વર્ષની મહિલા વ્યવસાયે સ્વાસ્થ્ય કર્મચારી હતી. એક રિપોર્ટ અનુસાર ફાઇઝરની રસી લગાવ્યાના અંદાજે 48 કલાક બાદ સોનિયા અકેવેડોનું અચાનક જ મોત થયું છે.
પિતાએ લગાવ્યો આરોપ
મળતી માહિતી અનુસાર સોનિયા પોર્ટો શહેરનાના Portuguese Institute of Oncology માં કામ કરી રહી હતી. તેઓને કોઈ ગંભીર બીમારી કે સાઈડ ઈફેક્ટ ન હતી. વેક્સિન લેતા પહેલાં તે સંપૂર્ણ રીતે સ્વસ્થ હતી. સોનિયાના પિતા સબિલિયો અસેવેડોએ માહિતી આપતાં કહ્યું કે તે પહેલાં એકદમ સ્વસ્થ હતી. તેને હેલ્થ રીલેટેડ કોઈ તકલીફ ન હતી. તેનામાં કોરોનાના કોઈ લક્ષણો પણ ન હતા અને એક દિવસ પહેલાં તેમને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. તેઓએ કહ્યું કે તેને શુ થયું કે તેનું મોત થઈ ગયું તેનો મને જવાબ જોઈએ છે. ઉલ્લેખનીય છે કે સોનિયા 2 બાળકોની માતા પણ હતી.
1 જાન્યુઆરીએ થયું હતુ મોત
પોર્ટુગલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓનકોલોજીએ નિવેદન જાહેર કરતાં કહ્યું છે કે સોનિયાને 30 ડિસેમ્બરે વેક્સિન અપાઈ હતી અને 1 જાન્યુઆરીએ તેનું મોત થયું. સોનિયામાં વેક્સિન લીધા બાદ કોઈ સાઈડ ઇફેક્ટ જોવા મળી ન હતી. તેના મોતનું કારણ શોધવામાં આવી રહ્યું છે. સોનિયાના હેલ્થ રેકોર્ડ અનુસાર તે સ્વસ્થ હતી.
પોર્ટુગલની વસતી અંદાજે એક કરોડ છે, પરંતુ અહીં કોરોના વાયરસના કુલ કેસ 4.27 લાખથી વધુ થઇ ચૂકયા છે અને 7118 લોકોના કોરોનાથી મોત પણ થઇ ચૂકયા છે.