Home India ગંગા સફાઇનું અભિયાન મોદી સરકાર માટે શરૂઆતથી ખૂબ અગત્યનું રહ્યું છે. આજે...

ગંગા સફાઇનું અભિયાન મોદી સરકાર માટે શરૂઆતથી ખૂબ અગત્યનું રહ્યું છે. આજે આ કડીમાં નવો આયામ જોડાવા જઇ રહ્યો છે…

12
0

ગંગા સફાઇનું અભિયાન મોદી સરકાર માટે શરૂઆતથી ખૂબ અગત્યનું રહ્યું છે. આજે આ કડીમાં નવો આયામ જોડાવા જઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ ‘નમામિ ગંગે મિશન’ની અંતર્ગત ઉત્તરાખંડમાં છ મેગા પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સિંગથી ઉદ્ઘાટન કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જળ જીવન મિશનથી દરેક ઘર સુધી શુદ્ધ પાણી પહોંચાડાશે. ગંગા આપણી વિરાસતનું પ્રતિક છે, ગંગા દેશની અડધી વસતીને સમૃદ્ધ કરે છે. પહેલાં પણ ગંગા સફાઇને લઇ મોટા અભિયાન ચલાવ્યા, પરંતુ તેમાં જનભાગીદારી નહોતી. જો તે જ પદ્ધતિ અપનાવત તો ગંગા સાફ ના થાત.
ખેડૂત જેની પૂજા કરે છે તેને જ આગ લગાવી રહ્યા છે: PM મોદી
ચોખ્ખા પાણીને લઇ પીએમે કહ્યું કે હવે ઉત્તરાખંડમાં એક રૂપિયામાં પાણીનું કનેકશન મળી રહ્યું છે. મોદી બોલ્યા કે પહેલાં દિલ્હીમાં નિર્ણય થતા હતા પરંતુ જળ જીવન મિશનથી હવે ગામમાં જ નિર્ણયો થઇ રહ્યા છે. પીએમે કહ્યું કે વિરોધ કરનારાઓ ખેડૂતોને આઝાદ થવા દેવા માંગતા નથી, ખેડૂત જેની પૂજા કરે છે તેને જ આગ લગાવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં MSP રહેશે અને વિપક્ષ જે દાવા કરી રહ્યું છે તે જુઠ્ઠા છે.
પીએમ મોદી બોલ્યા કે હવે ગંગા જળમાં ગંદા પાણીને પડતા રોકી રહ્યા છીએ. આ પ્લાન્ટ ભવિષ્યને જોતા બનાવામાં આવ્યો, સાથો સાથ ગંગાના કિનારે વસેલા સો શહેરોને ખુલ્લામાં શૌચથી મુક્ત કર્યા. ગંગાની સાથે સહાયક નદીઓને સાફ કરી રહ્યા છીએ. પીએમે કહ્યું કે નમામિ ગંગેની અંતર્ગત 30 હજાર કરોડથી વધુ યોજનાઓનું કામ ચાલી રહ્યું છે.
પીએમે કહ્યું કે પહેલાં ઉત્તરાખંડમાં 130 નાળા ગંગામાં પડતા હતા, પરંતુ હવે તેને રોકી દીધા. પ્રયાગરાજ કુંભમાં ગંગાની સફાઇ લોકોએ વખાણી અને હવે હરિદ્વાર કુંભ માટે પણ આગળ પ્રયાસ થઇ રહ્યા છે. મોદી બોલ્યા કે હવે ખેડૂતોને જૈવિક ખેતીની તરફ આકર્ષિત કરવામાં આવી રહ્યા છે. સાથો સાથ મેદાની વિસ્તારોમાં મિશન ડોલ્ફિનથી મદદ મળશે. પીએમે કહ્યું કે પહેલાં પૈસા પાણીની જેમ વહેતા હતા, પરંતુ સફાઇ થતી નહોતી. હવે પૈસા પાણીમાં વહેતા નથી.
આ પ્રોજેક્ટમાં 68 મિલિયન લીટર રોજની ક્ષમતાવાળા એક નવા એસટીપીનું નિર્માણ, હરિદ્વારના જગજીતપુરમાં આવેલા 27 એમએલડી ક્ષમતાવાળા એસટીપીના અપગ્રેડેશન અને હરિદ્વારના જ સરાઇમાં 18 એમએલડી ક્ષમતાવાળા એસટીપીનું નિર્માણ સામેલ છે. ઉત્તરાખંડમાં હરિદ્વાર-ઋષિકેશ ક્ષેત્રમાંથી ગંગા નદીમાં લગભગ 80 ટકા અપશિષ્ટ પાણી વહી જાય છે એવામાં અહીં કેટલાંય એસટીપી પ્રોજેક્ટનું નિર્માણ ગંગા નદીને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.


Previous articleસુરતના હીરા ઉદ્યોગની સાથે સાથે રિયલ એસ્ટેટના વેપારને પણ વધુ વેગ મળે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે…
Next articleફ્રાન્સ સાથે રાફેલ લડાકુ વિમાનોની ખરીદીમાં જે ક્લોઝની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા હતી, સરકારે તે નીતિને બદલી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here