South-Gujarat

વાંકલ ગામ ના બજારમાં શોપિંગ સેન્ટર સામે પાર્ક કરેલી કાર માંથી ગઠિયો રૂપિયા 5,000 ભરેલી બેગ ઉઠાવી ગયો

વાંકલ ગામ ના બજારમાં શોપિંગ સેન્ટર સામે પાર્ક કરેલી કાર માંથી ગઠિયો રૂપિયા 5,000 ભરેલી બેગ ઉઠાવી ગયો

કામરેજના ઈલેક્ટ્રીક સબમર્સીબલ મોટર સામાનના વેપારીએ શોપિંગ સેન્ટર સામે કાર પાર્ક કરી હતી

માંગરોલ, દેગડીયા –માંગરોળ તાલુકાના વાંકલ ગામ ના બજારમાં મુખ્ય માર્ગ પર શોપિંગ સેન્ટર સામે વેપારીએ પાર્ક કરેલી કાર માંથી અજાણ્યા ગઠિયો રૂપિયા 5,000(પાંચ હજાર) ભરેલી બેગ ની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો
કામરેજ ખાતે સ્વપ્ન વિલા સોસાયટીમાં રહેતા વિજયભાઈ વલ્લભભાઈ આંબલીયા મૂળ જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વતની છે અને વર્ષોથી કામરેજ ખાતે રહી સબમર્સીબલ પંપ ઈલેક્ટ્રીક સામાનનો વેપાર કરે છે આજે 10:00 તેઓ વાંકલ ગામે શોપિંગ સેન્ટરમાં આવેલ એક ઇલેક્ટ્રિક ની દુકાન માં ગયા હતા ત્યારે પોતાની કાર બેંક.ઓફ.બરોડા સામે મુખ્ય માર્ગ પર પાર્ક કરી હતી આ સમય દરમિયાન કાર નો લોક ખુલ્લું રહી જતા એક અજાણ્યો ગઠીયો તકનો લાભ લઇ કારમાંથી રૂપિયા પાંચ હજાર ભરેલી બેગ લઈ ગયો હતો જેમાં બિલબુક અને વીઝીટીંગ કાર્ડ હતા પરંતું ચોરી થયાની બાબતનો ખ્યાલ તેમને જલ્દી આવ્યો ન હતો કામ પૂરું થતા તેઓ પોતાની કાર હંકારી પાતલદેવી ફાટક મુખ્ય માર્ગ પર આગળ જઈ રહ્યા હતા ત્યારે તેમની ઓળખાણ વાળો એક વ્યક્તિ રસ્તામાં મળી જતા તેમણે કારમાં પંચર હોવાનું જણાવ્યું હતું જેથી વિજયભાઈએ કાર સાઇડ પર પાર્ક કરી વિલ બદલવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની કારમાં રૂપિયા પાંચ હજાર ભરેલી બેગ નહીં હોવાનું જણાયુ હતું તેમજ કારના ટાયર ઉપર એક ઘા કરેલો જોયો હતો ત્યારબાદ તેઓ વાંકલ બજારમાં આવ્યા હતા અને આજુ બાજુની દુકાનમાં લાગેલા સીસીટીવી કૅમેરા તેમણે ચેક કર્યા હતા પરંતુ બેગની ઉઠાંતરી કરનાર ગઠીયા નો કોઈ પત્તો નહીં મળતાં તેમણે વાંકલ આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ અરજી આપી હતી.

રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

Leave a Reply

Your email address will not be published.