Business

સરકારે ખેડૂતોની આવક વધારવા માટે સુકા નારિયેળઅને ગોળ નારિયેળ ની MSP વધારવાનો નિર્ણય કર્યો.

નારીયેળ ની ખેતી કરનાર ખેડૂતોને સરકારે મોટી ભેટ આપી છે. આજે થયેલી કેબિનેટની બેઠક માં સરકારે ખેડૂતોની આવક વધારવા માટે સુકા નારિયેળ અને ગોળ નારિયેળ ની MSP વધારવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટમાં સુકા નારિયેળની MSP 375 રુપિયા પ્રતિ ક્વિન્ટલ અને ગોળ નારિયેળની MSP 300 રુપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નારિયેળની MSP વધતા ખેડૂતોની આવકમાં વધારો થશે

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ કમિટિ ઓફ ઈકોનોમી અફેયર્સ (CCEA)ની બેઠકમાં 2021 સીઝન માટે નારિયેળની MSP પર મહોર મારવામાં આવી. ફેયર એવરેજ ક્વોલિટી (FAQ) વાળા સુકા નારિયેળની MSP વધારીને 10335 રુપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દેવામાં આવી છે, તેની પડતર કિંમત 6805 રુપિયા છે. 2020 સીઝન માટે તેની MSP 9960 રુપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. જ્યારે બોલ નારિયેળ માટે MSP વધારીને 10,600 કરી દેવામાં આવી છે, જે ગયા વર્ષે 10,300 પ્રતિ ક્વિન્ટલ હતી.

ઉત્પાદન ખર્ચ કરતા 52 ટકા વધુ MSP

કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે સુકા નારિયેળની MSP તેના ઉત્પાદન ખર્ચ કરતા 52 ટકા વધુ છે. જ્યારે બોલ નારિયેળની MSP તેના ઉત્પાદન ખર્ચ કરતા 55 ટકા વધુ છે. 2021 સીઝન માટે નારિયેળની MSP તે સિદ્ધાંત પર છે, જેમા નક્કી કરવામાં આવ્યું હતુ કે MSPનું સ્તર એવરેજ ઉત્પાદન પડતરથી ઓછાનાં ઓછુ દોઢઘણુ હોવુ જોઈએ. આ સ્તરને સરકારે બજેટ 2018-19માં નક્કી કર્યું હતું.

સરકારી એજન્સી પાકને ખરીદશે

પ્રકાશ જાવડેકરે કહ્યું કે, બજાર કિંમત સામાન્ય રીતે MSPથી વધુ હોય છે, પરંતુ ક્યારેક કિંમત સપોર્ટ પ્રાઈઝ કરતા નીચે આવે તો સરકારી એજન્સી ખેડૂતોના હિતોના રક્ષણ માટે તે પ્રોડક્ટને ખરીદશે.National Agricultural Cooperative Marketing Federation (NAFED) અને National Cooperative Consumer Federation (NCCF) બન્ને કેન્દ્રીય નોડલ એજન્સી છે, જે નારિયેળની ખેતી કરતા રાજ્યનાં પ્રાઈઝ સપોર્ટને જુએ છે. ભારત નારિયેળ ઉગવનાર દુનિયાનો નંબર વન દેશ છે, તેનુ ઉત્પાદન 12 સમુદ્ર કિનારાના રાજ્યોમાં થાય છે.

Leave a Reply

Your email address will not be published.