Home Business સરકારે એવો નિયમ બનાવ્યો છે જે અંતર્ગત વર્ષમાં એકવાર કામદારોના ભાડાની જવાબદારી...

સરકારે એવો નિયમ બનાવ્યો છે જે અંતર્ગત વર્ષમાં એકવાર કામદારોના ભાડાની જવાબદારી કંપનીની હશે…

1
0

કોરોનાકાળમાં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું છે. આ દરમિયાન મોટાભાગની કંપનીઓએ હાથ ઊંચા કરી દીધા અને આ કારણે મજૂરોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એટલું જ નહીં મજૂરોના ભાડાને લઇને પણ લાંબો વિવાદ થયો હતો. જોકે હવે સરકારે એવો નિયમ બનાવ્યો છે જે અંતર્ગત વર્ષમાં એકવાર કામદારોના ભાડાની જવાબદારી કંપનીની હશે.
વર્ષમાં એકવાર ભાડાના પૈસા કંપની આપશે
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના લેબર કોડ બિલને મંજૂરી મળી ગઈ છે. આમાં જોગવાઈ છે કે પ્રવાસી મજૂરોને વર્ષમાં એકવાર પોતાના વતન જવા માટે કંપની તરફથી ભાડું મળશે. મતલબ સ્પષ્ટ છે કે વર્ષમાં એકવાર મજૂરોએ પોતાના ઘરે જવા માટે ટિકિટના પૈસા આપવાની જરૂર નહીં પડે, કેમકે આ પૈસા કંપની આપશે. ઉલ્લેખનીય છે કે લેબર કોડ બિલની એક અન્ય જોગવાઈમાં કંપની પોતાના કામદારોનું હેલ્થ ચેકઅપ પણ કરાવશે.
Appointment letter મેળવવાનો કાયદાકીય અધિકાર
આ પ્રમાણે એક ચોક્કસ ઉંમરથી વધારે વયવાળા કામદારો માટે વર્ષમાં એકવાર નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કરાવવાનું ફરજિયાત હશે. આ સાથે જ કામદારોને Appointment letter મેળવવાનો કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો છે. આ નિયમ પહેલીવાર લાગુ થઈ રહ્યો છે.

Previous articleબોલીવુડના દિગ્ગજ સિંગર એસપી બાલા સુબ્રમણ્યનું શુક્રવારના 1 વાગ્યેને 4 મિનિટ પર નિધન થઈ ગયું છે…
Next articleઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે ભારત અને ચીન તેમના હાલના સરહદ વિવાદોનું સમાધાન કરવામાં સક્ષમ બનશે,…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here