Home Business સરકારે આ સેક્ટરને કોઈપણ પ્રકારની લોન રીસ્ટ્રક્ચરિંગ સુવિધા પણ આપી નથી. કંપનીઓએ...

સરકારે આ સેક્ટરને કોઈપણ પ્રકારની લોન રીસ્ટ્રક્ચરિંગ સુવિધા પણ આપી નથી. કંપનીઓએ પૂરૂ વ્યાજ આપવું પડી રહ્યું છે…

9
0

લોન મોરેટોરિયમના મામલામાં સુપ્રીમ કોર્ટે સરકારને એક અઠવાડિયાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વ્યાજ પર જે રાહત આપવાની વાત કરવામાં આવી છે તેના માટે રિઝર્વ બેંક દ્વારા કોઈપણ દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા નથી. એટલા માટે કોર્ટે એક અઠવાડિયાની અંદર સ્થિતિ સ્પષ્ટ કરવા માટે નવું સોગંદનામુ દાખલ કરવા માટે કહ્યું છે.
કોર્ટે કહ્યું કે, વ્યાજમાફી કેવી રીતે લાગુ થશે, તેના વિગતો આપતાં સરકાર 12 ઓક્ટોબર સુધી નવું સોગંદનામું આપે. સુનાવણી દરમિયાન રિયલ એસ્ટેટ કંપનીઓના સંગઠને કહ્યું કે, સરકારે જે એફિડેવિટ આવ્યું છે તેમાં અનેક આંકડા અને તથ્યો આધારહીન છે. ક્રેડાઈએ કેન્દ્ર સરકારના એફિડેવિટ પર જવાબ આપવા માટે થોડા દિવસનો સમય માગ્યો છે.
ક્રેડાઈના વકીલે કહ્યું કે, કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરને કોઈ રાહત આપી નથી. સરકારે આ સેક્ટરને કોઈપણ પ્રકારની લોન રીસ્ટ્રક્ચરિંગ સુવિધા પણ આપી નથી. કંપનીઓએ પૂરૂ વ્યાજ આપવું પડી રહ્યું છે. ક્રેડાઈને સરકારના 6 લાખ કરોડ રૂપિયાના આંકડા પર આપત્તિ છે. જેના જવાબમાં સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, ઉપલબ્ધ સંસાધનો પ્રમાણે અલગ-અલગ સેક્ટરને રાહત આપવામાં આવી છે.


Previous articleશેર બજારની મજબૂતીનો સૌથી વધારે લાભ TCS અને HDFC બેંકને મળ્યો હતો….
Next articleડાકોર અન્નકૂટ હોટલ નજીક પેટ્રોલીંગ માં નીકળેલી પોલીસની કાર ને એસટી બસ અડફેટમાં લેતા ચારને ઈજા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here