Home Gujarat સરકાર કોરોનાથી થતાં મોતના આંકડા છુપાવી રહી છે

સરકાર કોરોનાથી થતાં મોતના આંકડા છુપાવી રહી છે

10
0

શહેરમાં ફરી એક વાર કોરોના બ્લાસ્ટ થયો છે, કોરોનામાં મોતની સંખ્યા પણ વધી રહી છે, પરંતુ કાગળ પર બધુ સારું સારું દેખાડવા માટે ગુજરાત સરકાર મોતના આંકડા પણ છુપાવી રહી છે, સરકારની આ ઘોર બેદરકારી અને નફ્ફટાઈના કારણે લોકોને પણ કોરોનાની ગંભીરતાનો જરાયે અહેસાસ નથી, એટલે જ લોકો પણ બિનધાસ્ત થઈને ફરી રહ્યા છે. હકીકતમાં શહેરના વી.એસ. હોસ્પિટલ નજીક આવેલા સ્મશાન ગૃહમાં રોજના ૧૮થી ૨૦ કોરોના મૃતકોની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ કોરોનાના મૃતકોની અંતિમ વિધિની પહોંચમાં પણ કોવિડના કારણે નહીં પરંતુ બીમારીના કારણે મૃત્યુ થયાનું દર્શાવવામાં આવે છે, જે સ્પષ્ટ બતાવે છે કે, સરકાર કોરોનાથી થતાં મોતના આંકડા છુપાવી રહી છે.
વીએસ હોસ્પિટલ નજીક આવેલા સ્મશાન ગૃહમાંથી મળતી માહિતી અનુસાર, શહેરના આ એકલા સ્મશાન ગૃહમાં રોજના કોરોનાના ૧૮થી ૨૦ મૃતકોની અંતિમ વિધિ થઈ રહી છે, કોરોનાના સરકારી પ્રોટોકોલ મુજબ અંતિમ વિધિ થાય છે. મંગળવારે સવારે ૧૦.૪૫થી ૧૧ વાગ્યાના અરસામાં એસવીપી હોસ્પિટલમાં ૭૮ ર્વિષય વૃદ્ધાનું મોત થયું હતું. છેલ્લા ૧૦ દિવસ કરતાં વધુ સમયથી તેમની કોવિડ સારવાર ચાલી રહી હતી, અંતિમ વિધિ માટે ડેડબોડી વીએસ નજીકના સ્મશાન ગૃહે લઈ જવાઈ હતી, આ પરિવારના ત્રણ-ચાર સભ્યોની હાજરીમાં અંતિમ વિધિ કોર્પોરેશન દ્વારા કરાઈ હતી, આ પરિવારના સભ્યનું કહેવું છે કે, અંતિમ વિધિમાં વેઇટિંગ ચાલી રહ્યું હતું, તેમનો ૧૧મો નંબર હતો.
અંતિમ વિધિ બાદ સ્મશાન ગૃહમાંથી પહોંચ આપવામાં આવી તો કોરોના નહીં પરંતુ માંદગીનું કારણ દર્શાવાયું હતું. પરિવારના સભ્યે કોરોના કેમ લખાયું નથી તેવી પૃચ્છા કરી તો સ્મશાનના કર્મીએ એવો જવાબ આપ્યો કે, કોરોના લખવાની અમને મનાઈ છે, ઉપરથી જ સૂચના છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે, સરકાર કોરોનામાં મૃત્યુના સાચા આંકડા પ્રજાથી છુપાવી રહી છે. ગુજરાતમાં કોરોનામાં બધુ સારું છે તેવું ચિત્ર દેખાડવાની લહાયમાં સરકાર પ્રજા સુધી સાચી માહિતી પહોંચાડતી નથી, આ બેદરકારીના કારણે પણ લોકો સુધી કોરોનાની ગંભીરતાનું સાચું ચિત્ર પહોંચતું નથી. આ કારણે જ લોકો પણ મહામારીના સમયમાં કામ વગર બેફિકર થઈને બહાર રખડતાં હોય છે.
ડેડબોડી ઉતારવાના નામે એક હજાર ખંખેર્યા:
સિનિયર સિટિઝન મહિલાનું કોરોનાથી મોત થતાં મંગળવારે બપોરે વીએસ સ્મશાન ગૃહ ખાતે અંતિમ વિધિ કરાઈ હતી, મૃતકના સગાને પીપીઈ કિટ પહેરાવામાં આવી હતી, સગાનું કહેવું છે કે, સ્મશાનમાં શબવાહિનીમાંથી ડેડબોડી ઉતારવા માટે પરિવારના બે સભ્યોને બોલાવાયા હતા, ડેડબોડી ઉતારવા માટેના પણ એક હજાર રૂપિયા પરિવાર પાસેથી ખંખેરવામાં આવ્યા હતા.

Previous articleતાપી જિલ્લામાં કોરોના રિપોર્ટને લઈ આરોગ્ય વિભાગની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે.
Next articleજયપુર-અમદાવાદ નેશનલ હાઈવે-162 પર સાંડેરાવ ગામ પાસે ગમખ્વાર અકસ્માત…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here