Home Gujarat ગુજરાતમાં વધુ ચાર જિલ્લાઓમાં મેગા ડ્રાય રન યોજવા ભારત સરકારે રાજ્યના આરોગ્ય...

ગુજરાતમાં વધુ ચાર જિલ્લાઓમાં મેગા ડ્રાય રન યોજવા ભારત સરકારે રાજ્યના આરોગ્ય વિભાગને આદેશ કર્યો.

62
0

ગાંધીનગર અને રાજકોટ જિલ્લામાં કોવિડ-૧૯ સામેની વેક્સીન માટે સોમવાર અને મંગળવાર એમ બે દિવસ મોકડ્રીલનું આયોજન કર્યા બાદ ગુજરાતમાં વધુ ચાર જિલ્લાઓમાં મેગા ડ્રાય રન યોજવા ભારત સરકારે રાજ્યના આરોગ્ય વિભાગને આદેશ કર્યો છે. શુક્રવારે આણંદ, વલસાડ, ભાવનગર અને દાહોદ એમ ચાર જિલ્લામાં અંદાજે ૩૬૦થી વધારેને વેક્સીન વગર વેક્સીનેશન કરવા મોકડ્રીલ યોજાશે.
વેક્સીન પહેલા સહાયક સ્ટાફ તેમજ પેરામેડિકલ સ્ટાફને ટ્રેઈન કરવાના ઉદ્દેશ્યથી થનારા આ ડ્રાય રન સાથે ગુજરાતમાં ૩૩માથી ૬ જિલ્લાઓની ચકાસણી થઈ જશે. આરોગ્ય કમિસનરેટના સુત્રોએ કહ્યુ કે, આણંદ, વલસાડ, ભાવનગર અને દાહોદ એમ ચારેય જિલ્લામાં ત્રણ-ત્રણ સેશન સાઈટ નક્કી કરવામાં આવી છે.
જેમાં હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો ઉપરાંત આ વખતે આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી સ્કૂલ- કોલેજને પણ પંસદ કરાયા છે. ભારત સરકારની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ ગુરૂવારે ઓક્સફોર્ડની એસ્ટારજેનેકાની કોવિડ-૧૯ સામેની વેક્સીન કોવિશિલ્ડને ઈમરજન્સી એપ્રુવલ આપી છે.
એક્સપર્ટ પેનલ પાસેથી મંજૂરી મળ્યા બાદ ડ્રગ્સ કન્ટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા – DCGI પાસે ફાઈનલ મંજૂરી માટે જશે. ગુજરાતના આરોગ્ય કમિશનરેટના સુત્રોના જણાવ્યા મુજબ ભારત સરકાર આગામી ગણતરીના દિવસોમાં જ માસ વેક્સીનેશન તરફ આગળ વધી રહી છે.
એટલા માટે આ સપ્તાહના સોમ- મંગળ બાદ શુક્રવારે દેશભરમાં ડ્રાઈ રનનું આયોજન કરવામાં આવ્યુ છે. આથી, ૨જી જાન્યુઆરીને શુક્રવારે બીજા તબક્કામાં ગુજરાતમાં ચાર જિલ્લામાં વેક્સીન વગર સ્ટોરેજ ડેપોમાંથી ડિવાઈસિ અને ત્યાંથી કેરિયર મારફતે છેક સેશન સાઈડ સુધી યોગ્ય તાપમાન સાથે પરિવહન સાથે વેક્સીનેશનની પ્રક્રિયા થશે.


Previous articleહવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 2થી 4 જાન્યુઆરીએ બીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઇ શકે છે.
Next articleહાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર રોહિત દેશપાંડે આ વિશે એક વિશેષ કાર્યક્રમમાં માહિતી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here