ઉમરવાડા ની સીમમાં જીઆઇડીસી એ સંપાદન કરેલી જમીન માં ગેરકાયદે કેમીકલ વેસ્ટ નાં બેરલો નો નીકાલ કરવામાં આવ્યો છે
જી.આઈ.ડી.સી એ સંપાદન કરેલી જમીન માં કેમીકલ વેસ્ટ ના બેરલો કોઇ નાંખી ગયા હોવાની જાણ જીપીસીબી એ જીઆઇડીસી ની કચેરી માં કરી
ઉમરવાડા ગામની સીમમાં આવેલા ખેતરમાં અજાણ્યા શખ્સો ૧૯ જેટલા કેમીકલ વેસ્ટ બેરલો નો નિકાલ કરી ભાગી છૂટયા છે
ઘટના ની ગામ લોકો ને થતાં સરપંચ ને જાણ કરતાં જીપીસીબી ને જાણ કરી હતી
અંકલેશ્વર નાં ઉમરવાડા ગામની સીમમાં આવેલા ખેતરમાં કોઇ અજાણ્યા ઇસમોએ ઔધોગિક વસાહતમાં થી ઉપાડી વેસ્ટ કેમીકલ સગેવગે કરનારાઓ એ ઉમરવાડા ની સીમમાં રાત્રીના અંધારા નો લાભ લઈ ખેતરમાં વેસ્ટ કેમીકલ (રેશીડયુ) ના ૧૯ જેટલા બેરલો નાંખી ફરાર થઈ ગયા હતા જેની જાણ ગામના સરપંચે જીપીસીબી ને કરતાં જીપીસીબી એ ઘટના સ્થળે તપાસ કરી હતી અને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
અંકલેશ્વર ના ઉમરવાડા ગામની સીમમાં ગત દશ દિવસ અગાઉ કોઇ અજાણ્યા શખ્સોએ કોઇ ઔધોગિક વસાહત ની કંપનીમાં થી વેસ્ટ કેમીકલ (રેશીડયુ) ભરેલા ૧૯ જેટલા બેરલો જમીન માં બિનવારસી નાંખી દઇ ફરાર થઈ ગયા હતા જેની જાણ ગામ લોકો ને થતાં સરપંચ ને જાણ કરી હતી અને તેઓ ઘટના સ્થળે પહોંચી આ બનાવ અંગે જીપીસીબી અંકલેશ્વર ને જાણ કરવામાં આવી હતી જીપીસીબી એ ઉમરવાડા ની સીમમાં આવેલા ખેતરમાં પહોંચી વેસ્ટ કેમીકલ ના બેરલો માં ભરેલા કેમીકલ નાં સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી હતી અને અજાણ્યા શખ્સો વિરૃધ્ધ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
આ બાબતે ગામના સામાજીક કાર્યકર સુલેમાન ઉફઁ બાબુ વકીલે ઉમરવાડા ગામે વારંવાર બનતી આવી ઘટનાઓ ને કારણે ખેતીની જમીનો અને પાણી બગડી ગયા છે જેથી આવી ઘટના ઓ પર અંકુશ મેળવવા આ ઘટના માં સંડોવાયેલા ઈસમો ની તપાસ કરી તેઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી જો કે દશ થી બાર દિવસ વિતી ગયા હોવા છતાં કેમીકલ વેસ્ટ ના ગેરકાયદે નિકાલ કરેલા બેરલ ઉમરવાડા ની જમીન માં યથાવત સ્થિતીમાં રહ્યા છે
જે અંગે અંકલેશ્વર જી.પી.સી.બી. ના પ્રાદેશિક અધિકારી આર.આર. વ્યાસ સાથે ગુજરાત ક્રાઇમ બુલેટિન દૈનિક ના પ્રતિનિધિ સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે આ ઘટના અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને જીઆઇડીસી એ આ જમીન સંપાદન કરેલી હોય જીઆઇડીસી ની કચેરી ને જાણ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું જો કે હાલ તો ૧૯ જેટલા કેમીકલ વેસ્ટ બેરલો ઉમરવાડા ની સીમમાં જ યથાવત જે તે સ્થિતિમાં પડેલા છે જીપીસીબી એ નોંધાવેલી ફરિયાદ આધારે અંકલેશ્વર તાલુકા પોલીસ તપાસ કરી રહી છે ત્યારે હાલ તો સવાલ એ છે કે આ કેમીકલ વેસ્ટ ના બેરલો ઉમરવાડા ની સીમમાં કેટલા દિવસ સુધી પડ્યા રહેશે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.