Home International આખરે કોરોના વેક્સિન શોધવામાં અમેરિકાને મળી ગઈ મોટી સફળતા, વૈજ્ઞાનિકોમાં ઉત્સાહ

આખરે કોરોના વેક્સિન શોધવામાં અમેરિકાને મળી ગઈ મોટી સફળતા, વૈજ્ઞાનિકોમાં ઉત્સાહ

21
0

દુનિયાભરમાં કોરોના વાયરસની વેક્સિનને લઇને ટ્રાયલ ચાલી રહ્યા છે અને હવે આના પરિણામ પણ સામે આવવા લાગ્યા છે. આ ક્રમમાં મૉડર્ના ઇંકનું પણ નામ જોડાઇ ગયું છે. અમેરિકામાં સૌથી પહેલા ટેસ્ટ કરવામાં આવેલા COVID-19ની આ વેક્સિનનાં પહેલા 2 ટ્રાયલનાં પરિણામથી વૈજ્ઞાનિકો ખુશ છે. હવે આ વેક્સિનનું ફાઇનલ ટેસ્ટિંગ કરવામાં આવશે. મંગળવારનાં આવેલા રિપોર્ટથી જણાવા મળે છે કે આ વેક્સિને લોકોની ઇમ્યૂન સિસ્ટમ પર ઠીક એવું જ કામ કર્યું છે જેવી વૈજ્ઞાનિકોને આશા હતી.
ફાઇનલ ટેસ્ટિંગ 27 જુલાઈની આસપાસ કરવામાં આવશે
અમેરિકી સરકારનાં ટોચનાં સંક્રામક રોગ નિષ્ણાત ડૉક્ટર એન્થની ફૉસીએ ન્યૂઝ એજન્સી APથી કહ્યું કે, “ભલે તમે આને કેવી રીતે પણ લો, પરંતુ આ સારા સમાચાર છે.” આ પાયલોટ વેક્સિન નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ હેલ્થ અને મૉડર્ના ઇંક દ્વારા મળીને બનાવવામાં આવી રહી છે. આની સૌથી જરૂરી અને ફાઇનલ ટેસ્ટિંગ 27 જુલાઈની આસપાસ કરવામાં આવશે. માર્ચમાં 45 લોકો પર કરવામાં આવેલા આ વેક્સિનનાં ટ્રાયલનાં પરિણામનો તમામ રિસર્ચર્સને ઇંતઝાર હતો. મંગળવારનાં આવેલા તારણોમાં આ વેક્સિનથી ઇમ્યૂનિટી વધવાની આશા વધી છે.
વર્ષનાં અંત સુધી આવશે વેક્સિનનાં પરિણામ
રિસર્ચ ટીમે New England Journal Of Medicineને જણાવ્યું કે આ વૉલિયન્ટિયર્સમાં સંક્રમણને રોકનારી ન્યૂટ્રલાઇઝિંગ એન્ટીબૉડી વિકસિત થઈ. આ સ્ટડીનું નેતૃત્વ કરનારી સીએટલમાં કેન્સર પરમનેન્ટ વૉશિંગ્ટન રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટનાં ડૉક્ટર લિસા જેક્સને કહ્યું કે, “આ એક આવશ્યક સાંકળ છે જેની સાથે ટ્રાયલમાં આગળ વધવાની જરૂર છે, જે હકીકતમાં એ નક્કી કરી શકે છે કે શું આ વેક્સિન સંક્રમણથી બચવામાં સક્ષમ છે.” આ વેક્સિન સંપૂર્ણ રીતે ક્યારે આવી જશે તે વિશે અત્યારે કંઇ ના કહી શકાય, પરંતુ સરકારને આશા છે કે વર્ષનાં અંત સુધી આના પરિણામ આવી જશે. આ વેક્સિનને ઘણી ઝડપથી વિકસિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ વેક્સિનનાં 2 ડોઝ આપવામાં આવશે.
વેક્સિનનાં કોઈ ગંભીર પરિણામ નથી જોવા મળ્યા
રિસર્ચમાં આ વેક્સિનનાં કોઈ ગંભીર પરિણામ નથી જોવામાં આવ્યા. જો કે સ્ટડીમાં સામેલ અડધાથી વધારે લોકોએ ફ્લૂ જેવા લક્ષણની ફરિયાદ કરી જે સામાન્ય રીતે તમામ પ્રકારની વેક્સિન લગાવ્યા બાદ જોવા મળે છે. આમાં થાક લાગવો, માથું દુ:ખવું, ઠંડી લાગવી, તાવ અને ઇન્જેક્શન લાગવાની જગ્યાએ દુ:ખાવો થવો સામાન્ય વાત છે. વેંડરબિલ્ટ યૂનિવર્સિટી મેડિકલ સેન્ટરનાં ડૉક્ટર વિલિયમ શેફનરે વેક્સિનનાં શરૂઆતનાં પરિણામોને ‘એક સારું પહેલું પગલું’ અને આશાવાદી જણાવતા કહ્યું કે, અંતિમ ટ્રાયલમાં એ ખબર પડી જશે કે શું આ આવતા વર્ષ સુધી ઉપલબ્ધ કરાવવા માટે વાસ્તવમાં સુરક્ષિત અને પ્રભાવી છે અથવા નહીં.


Previous articleછેલ્લા નિર્ણય પર પહોંચી ગઈ પોલીસ, સામે આવી ગયું સુશાંતના મોત પાછળનું સાચું કારણ!
Next articleચીનની ચાલમાં ઈરાન ફસાતા ભારતને મોટું નુકસાન, પાકિસ્તાન થયું રાજીનું રેડ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here