Home India સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે રસી બધા માટે મફત હશે તેમ છતાંય...

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે રસી બધા માટે મફત હશે તેમ છતાંય કોંગ્રેસે આ ચૂંટણી ઢંઢેરા માટે સરકારને બરાબર ઘેરી છે

76
0

ભારત સરકાર કોરોના વાયરસ (Corona Virus)ની રસી (Vaccine) માટે બજેટમાં જોગવાઇ કરશે તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન (Dr. HarshVardhan) એ એક ઇન્ટરવ્યુમાં કહ્યું. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પાસેથી કોવિડની રસી (Covid Vaccine)ના ફંડિંગ અને ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રેટજીની માહિતી માંગી હતી. હર્ષવર્ધન એ કહ્યું કે કોવિડ રસી પ્રોગ્રામ માટે બજેટમાં તમામ સરકારી યોજનાઓની અંતર્ગત ફંડ અલોટ કરાશે.
ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Vidhansabha Election)માં જીત પર મફત કોવિડ રસીની જાહેરાત કરીને રાજકીય વિવાદને જન્મ આપ્યો હતો. બાદમાં બીજા કેટલાંય રાજ્યોની સરકારોએ પણ મફતમાં રસીની જાહેરાત કરી. જો કે બાદમાં સ્વાસ્થ્ય મંત્રાલયે વિવાદને ખત્મ કરવાની કોશિષમાં કહ્યું હતું કે રસી બધા માટે મફત હશે. તેમ છતાંય કોંગ્રેસે આ ચૂંટણી ઢંઢેરા માટે સરકારને બરાબર ઘેરી છે.
રાહુલ ગાંધીએ શું પૂછયું હતું?
વાયનાડ સાંસદ એ સોમવારના રોજ એક ટ્વીટમાં પીએમને દેશને કેટલાંક પ્રશ્નોના જવાબ આપવાનું કહ્યું હતું. રાહુલે પૂછયું હતું કે તમામ રસી કેન્ડિડેટસમાંથી સરકાર કોને પસંદ કરશે અને કેમ?
કંઇ રસી પહેલાં મળશે અને ડિસ્ટ્રીબ્યુશનની રણનીતિ શું હશે?
શું મફત રસીકરણ માટે PM CARES ફંડનો ઉપયોગ થશે?
બધા ભારતીયોને કયાં સુધીમાં રસી લગાવાશે?
સ્વાસ્થ્ય મંત્રીએ શું જવાબ આપ્યો?
હર્ષવર્ધન એ ફાઇઝરની રસીને દોડમાંથી બહાર બતાવી છે. તેમણે કહ્યું કે સરકાર તમામ રસી ઉત્પાદકોના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે રસી માટે પ્રાયોરિટી ગ્રૂપ્સની ઓળખ થઇ ગઇ છે. સૌથી પહેલાં હેલ્થકેર વર્કર્સને રસી અપાશે. ડિસ્ટ્રીબ્યુશનના પ્રશ્ન પર તેમણે કહ્યું કે એક્સપર્ટ ગ્રૂપે આખો પ્લાન બનાવી દીધો છે. વેકસીન માટે ફંડિંગ પર હર્ષવર્ધને કહ્યું કે બજેટમાં તેની ફાળવણી કરાશે. તમામ ભારતીયોને કયાં સુધીમાં રસી મળશે એ અંગે તો સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું નથી પરંતુ તેમણે કહ્યું કે પહેલાં પ્રાયોરિટી ગ્રૂપ્સ પછી ધીમે-ધીમે આખા દેશની વસતીને રસી અપાશે.
સ્વાસ્થ્ય મંત્રીએ ખાસ કહ્યું કે રસીને લઇ રાજનીતિની સંભાવનાને જોતા તમામ રાજ્યોને વસતીના હિસાબથી રસી મળશે. તેમણે કહ્યું કે રાજ્ય નેશનલ એક્સપ્રટ ગ્રૂપનો હિસ્સો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here