India

ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો અને તેઓને ધૂળ ચાટતી કરી દીધી…..

ભારત અને ચીનની સેનાઓ આ સમયે લદ્દાખ સીમા પર આમને-સામને છે. અને બંને દેશો વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી ચાલતો સીમા વિવાદ હાલ ચરમસીમાએ પહોંચી ગયો છે. શરૂઆતમાં ચીને અનેકવાર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, પણ બોર્ડર પર ચાલાક ચીનની આ ષડયંત્રનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો અને તેઓને ધૂળ ચાટતી કરી દીધી. અને તેનું કારણ છે ભારતીય સેનાનું ઓપરેશન સ્નો લેપર્ડ, કે જેણે ચીનની દરેક ચાલને બેનકાબ કરી દીધી હતી.

ચીને જ્યારે સીમા પર ઘૂસણખોરીની કોશિશ કરી, તે દરમિયાન સેનાએ 3 મહિના સુધી ચીની સેના પરત ફરવાની રાહ જોતી હતી. પણ બાદમાં સેના પ્રમુખ જનરલ એમ.એમ.નરવળે અને કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ વાઈકે જોશીએ આ ઓપરેશન સ્નો લેપર્ડને મંજૂરી આપી હતી. આ ઓપરેશન હેઠળ LACની પાસે રણનીતિક રીતે મજબૂત પહાડોની ઓળખાળ કરી તેના પર કબ્જો જમાવ્યો હતો. આ શિખરોના દમ પર સીમા પર ભારતને ન ફક્ત યુદ્ધની પરિસ્થિતિઓમાં મદદ મળશે, પણ ચીનથી થોડા પગલાં આગળ વધવામાં પણ મદદ મળશે.

જ્યારે ઓપરેશનને અંજામ આપવાનો સમય આવ્યો તો ટીમનું ગઠન એવી રીતે કરવામાં આવ્યું કે જે શિખરો પર લડવામાં સક્ષમ હોય. અને શિખરો પર કબ્જો જમાવે અને સપ્લાય ચેનને કોઈપણ સુચારૂ રીતે ચાલુ રાખવાનું ટાસ્ક આપવામાં આવે. આ ઓપરેશન દરમિયાન સેનાએ પેંગોંગ લેક પર સાઉથ, નોર્થ વિસ્તારમાં કબ્જો જમાવ્યો હતો. સાથે જ બોર્ડરની અન્ય મહત્વપુર્ણ જગ્યાઓ પર પોતાની પકડ મજબૂત બનાવી લીધી હતી. આ મિશન બાદ આર્મીની સ્પેશિયલ ફોર્સ સીમા પર કમાન્ડિંગ પોઝિશન પર છે.

જો LAC પર વાતચીત સફળ થતી નથી થતી, તો તેના માટે સેનાએ તૈયારી કરી છે. સેના તરફથી મોટી સંખ્યામાં સૈનિકોની તહેનાતી કરી દેવામાં આવી છે. જેથી એપ્રિલ પહેલાની સ્થિતિને ફરીથી હાંસલ કરવામાં આવી શકે. LAC પર ફક્ત પેંગોંગ કે ડેમચોક વિસ્તારમાં જ નહીં પણ દૌલત ઓલ્ડી, દેપસાંગ જેવા વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં સૈનિકો હાજર છે.

ભારતીય વાયુસેના પણ સતર્ક છે. એટલે કે હવે ચીનને નક્કી કરવાનું છે કે વાત કરવી કે નહીં. અને હવે ભારત ઈચ્છે તો પોતાની શરતો પર વાત કરી શકે છે. અને આ જ કારણ છે કે ચીની કમાન્ડર તરફથી આગળની વાતચીત માટેનો સમય હજુ સુધી અપાયો નથી. કેમ કે, ઓપરેશન સ્નો લેપર્ડના દમ પર ભારતે ચીનનો ખેલ બગાડી દીધો છે.

Leave a Reply

Your email address will not be published.