બોલીવુડ અભિનેતા અને મધ્ય પ્રદેશ કૉંગ્રેસના નેતા અજય સિંહના દીકરા અરૂણોદય સિંહની કેનેડિયન પત્ની લી એલ્ટનની અરજી પર જબલપુર હાઈકોર્ટે સુનાવણી કરી છે. આ સાથે જ ભોપાલ ફેમિલી કૉર્ટના રેકૉર્ડ પણ મંગાવ્યા છે. સમગ્ર કેસ એકતરફી છૂટાછેડાને પડકાર આપવાથી જોડાયેલો છે. આના પર આગામી સુનાવણી 6 ઑક્ટોબરના કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર કેસ અરૂણોદય સિંહ અને તેમની પત્ની લી એલ્ટનના છૂટાછેડા સાથે જોડાયેલો છે.
લગ્નના થોડાક દિવસ બાદ જ શરૂ થઈ ગયા ડખા
લી એલ્ટને પોતાની અરજીમાં તર્ક આપ્યો છે કે અરૂણોદયે છૂટાછેડાને લઇને તેને કોઈ પણ જાણકારી નથી આપી અને તેની વિરુદ્ધ છૂટાછેડાની એકતરફી ડીગ્રી મેળવી લીધી. અરજીમાં કહેવામાં આવ્યું કે આ રીતે ભોપાલ કૉર્ટનો આદેશ રદ્દ કરવામાં આવ્યો. કેનેડા નિવાસી લી એલ્ટન અને અરૂણોદય સિંહે ભોપાલમાં સ્પેશ્યલ મેરેજ એક્ટ અંતર્ગત નોંધણી કરાવી હતી. લગ્નના થોડાક દિવસ બાદ બંને વચ્ચે મન-મોટાવ થવા લાગ્યો.
કેનેડા પાછી જતી રહી પત્ની
અરૂણોદયે અચાનક 2019ની મધ્યમાં આવવા-જવાનું પણ બંધ કરી દીધું અને 10 મે 2019ના ભાપોલની ફેમિલી કૉર્ટમાં લી એલ્ટનની વિરુદ્ધ છૂટાછેડાનો કેસ કર્યો. આ દરમિયાન લી એલ્ટન કેનાડા જતી રહી હતી અને તેણે અરૂણોદયની વિરુદ્ધ ભરણ પોષણ અને લગ્ન સંબંધોની પુન:સ્થાપનાનો કેસ મુંબઈમાં દાખલ કર્યો હતો. આ દરમિયાન 18 ડિસેમ્બર 2019ના લી એલ્ટનની જાણકારી વગરે ભોપાલ ફેમિલી કૉર્ટે છૂટાછેડાની અરજી પસાર કરી દીધી.
ડૉગીના ઝઘડાના કારણે ભાંગી પડ્યું લગ્ન જીવન
ઉલ્લેખનીય છે કે લી એલ્ટન અને અરૂણોદય સિંહના લગ્ન નવેમ્બર 2016માં થયા હતા અને 3 વર્ષની અંદર પરસ્પર વિવાદ એટલો વધી ગયો કે છૂટાછેડાની વાત આવી ગઈ. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે વિવાદની શરૂઆત લી એલ્ટનના ડૉગી અને અરૂણોદય સિંહના ડૉગીના ઝઘડાથી થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે વિવાદ વધતો ગયો. આ ઉપરાંત અરૂણોદયે લી એલ્ટન પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે.