Home Gujarat શિક્ષણ પ્રધાને જણાવ્યું કે ત્રણ જુલાઇએ આઈઆઈટી ખડગપુર દ્વારા JEE-એડવાન્સ હાથ ધરવામાં...

શિક્ષણ પ્રધાને જણાવ્યું કે ત્રણ જુલાઇએ આઈઆઈટી ખડગપુર દ્વારા JEE-એડવાન્સ હાથ ધરવામાં આવશે.

34
0

ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી)માં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષા JEE-એડવાન્સ આગામી ત્રણ જુલાઇએ લેવાશે તેમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલે ગુરુવારે જાહેરાત કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે પાત્રતાના માપદંડમાં ધોરણ-૧૨ના માર્ક્સને લગતી છૂટછાટો આપવામાં આવી હતી તે આ વર્ષે પણ ઓફર કરવામાં આવશે. શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ત્રણ જુલાઇએ આઈઆઈટી ખડગપુર દ્વારા JEE-એડવાન્સ હાથ ધરવામાં આવશે.
એડમિશન માટે ધોરણ ૧૨માં ૭૫ ટકા માર્ક્સની જરૂરિયાતમાં પાછલા વર્ષે કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાનમાં રાખીને જે છૂટ આપવામાં આવી હતી તેને આ વર્ષે પણ ઓફર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓની સગવડ માટે આ જરૂરિયાતને ઉડાવી દેવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે JEE-એડવાન્સ-૨૦૨૧ એક કોમ્પ્યૂટર આધારિત ટેસ્ટ તરીકે લેવાશે. શિક્ષણ પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(ઝ્રBSE) બોર્ડની આગામી પરીક્ષાઓ પણ ફેબ્રુઆરી ૨૦૨૧માં યોજવામાં નહી આવે.


Previous articleકોરોના સંકટ અને હવે બર્ડ ફ્લૂનો કહેર મધ્યપ્રદેશ માં તેના સૌથી વધુ કેસો નોંધાયા.
Next articleસુરત હજીરા ની આર્સેલર મિત્તલ અને હજીરા ફ્રેટ કન્ટેનર સ્ટેશન કંપની દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચતા બન્ને કંપની ને નોટિસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here