Home Crime ખંભોળજ પો.સ્ટે.માં બનેલ ચકચારી ખુન તથા છેલ્લા અઢી વર્ષથી અપહરણના ગુનાના આરોપીને...

ખંભોળજ પો.સ્ટે.માં બનેલ ચકચારી ખુન તથા છેલ્લા અઢી વર્ષથી અપહરણના ગુનાના આરોપીને પકડી પાડતી ખંભોળજ પોલીસ તથા એલ.સી.બી. આણંદ પોલીસ

219
0

આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અજીત રાજિયાણ સાહેબનાઓએ ખંભોળજ પોલીસ
સ્ટેશનમાં બનેલ ખુનના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા સુચના આપેલ જે અનુસંધાને
ના પો.અધિ.શ્રી બી. ડી.જાડેજા સાહેબ આણંદ વિભાગના માર્ગદર્શન હેઠળ ડિવીઝન વિસ્તારમાં ખંભોળજ પોલીસ સ્ટેશન તેમજ એલ.સી.બી તથા આણંદ ટાઉન ડીસ્ટાફ ની જુદી જુદી ટીમો બનાવી ગુનો ડીટેકટ કરવા માર્ગદર્શન આપેલ જે અનુસંધાને ઇન્ચાર્જ પો.ઇન્સ. પી.એ.જાદવ એલ.સી.બી. આણંદ નાઓના માર્ગદર્શનઆધારે પો.સ.ઇ. પી. બી.જાદવ આણંદ ડીવીઝન તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફ હે. કો. અનિરૂધ્ધસિંહ વજેસિંહ બ.નં .૯૦૦ તથા દેવેન્દ્રસિંહ દિલીપસિંહ બ.નં. ૯૭૦ તથા પ્રમેશભાઇ ગુલસિંગભાઈ બ.નં .૯૬૧ તથા અખ્તરહુસેન હુસૈનમીયા બ.નં .૧૦૫ તથા પો. કો. હિતેશભાઇ જીવાભાઇ બને ૨૭૫ તથા ખંભોળજ પો. સ્ટે.ના પો.સ.ઇ. કે.વાય ઉધાસ તથા પો.સ.આઇ. એચ. ઍમ.રાણા ખંભોળજ તથા પોલીસ સ્ટફના માણસો હે. કો. રાજેશકુમાર દિપસિંહ બ.નં .૯૭૨ તથા હિતેશકુમાર જીવાભાઇ બ.નં. ૬૫૦ તથા પો. કો. કુલદિપસિહ બળવંતસિંહ બ.નં ૧૦૮ તથા પો.કો. દિવ્યરાજસિહ ભુપતસંગ બ.નં.૭૬૬ ગુનો ડીટેક ક્રરવા માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના અંગત બાતમીદારોના સંપર્ક કરી ગુનો ડીટેકટ કરવા પેટ્રોલીંગમાં હતા જે આધારે ખાનગી બાતમીદારથી બાતમી હકિકત મળેલ છે આ ગુનાનો આરોપી સાવલી બાજુથી અહીમાં ત્રણ રસ્તા થઇ ઓડ તરફ ટ્રક લઇ જવાનો છે જે બાતમી આધારે તમામ ટીમો એડ ચાર રસ્તા આવી ગયેલ અને એકશન પ્લાન બનાવી અહીમા ત્રણ રસ્તા પોતાના ખાનગી વાહનમા જુદી જુદી ટીમો બનાવી છુટા છવાયા સદર ટ્રકની વોચમાં ઉભા રહેતા સદર ટ્રક થોડી વારમા ત્યાંથી પાસ થતા તેને હાથ બતાવી ઉભો રહેવાનું જણાવતા ટ્રક ઉભી રાખેલ નહીં અને ટ્રક આગળ હંકારી થોડે દૂર રોડની સાઇડ મા ઉભી રાખી ટ્રક મુકી ટ્રક માંથી કૂદકો મારી નાસવા લાગેલ જેથી પોલીસ અધિકારી તથા માણસો તેની પાછળ દોડેલ દરમ્યાન આ કામનો આરોપી દોડતા દોડતા પડી જતા તેને કોર્ડન કરી પકડી પાડેલ અને તેને પકડી તેનું નામ ઠામ પંચો રૂબરૂ પુછતા દિનેશભાઇ નવલભાઇ સંગાડા ઉ.૨૧ રહે ગુલબાર કેવા ફળીયુ તા. ગરબાડા જી, દાહોદ નાનો જણાવેલ જેને યુકત પ્રયુકતિથી ગુનાના બાબતે સતત પુછપરછ કરતા એકદમ ભાંગી પડેલ અને ગુનાની કબુલાત કરેલ જે ખુન કરવા બાબતનું કારણ પુછતા આ કામે મરણ જનાર રમેશ બાબુભાઇ વાલ્મિક રહે તારાપુર નાઓની સાથે એકાદ મહીના પહેલા ભુપતભાઇ ભરવાડની ટ્રક નંબર GJ-36-T-7646 ની પોતે ચલાવતો હોય આ ભુપતભાઇએ આ રમેશને તારાપુર તેના ગામ સુધી મને બેસાડી લઇ જવાનું કહેલ તે દરમ્યાન આ મરણજનાર તથા આરોપીની એક બીજા સાથે ઓળખાણ થયેલી અને એક બીજાને નંબર આપેલા દરમ્યાન બન્ને એક બીજાના મોબાઇલ માંથી પોતાના ઘરના સભયોના ફોટા એક બીજાને ફોટા બતાવેલા અને દરમ્યાન રમેશે આ કામના આરોપીનો મોબાઇલ પોતાની પાસે લઇ આરોપીની પત્ની ના ફોટા જોઇ તેની ઉપર ખરાબ નજર રાખેલ અને કહેલ કે તારી પત્ની ને ગાડીમા રખાય ત્યાર બાદ આ રમેશનોવારંવાર આ કામના આરોપી ઉપર ફોન આવતો અને આરોપીનીની પત્ની બાબતે ખોટી માંગણી કરતો હોય જેથી આરોપીને મનમાં લાગી આવતા ગઇ તારીખ ૧૨/૦૪/૨૦૧૧ ના રોજ મરણ જનાર રમેશનો આરોપીને ફોન આવેલ અને જણાવેલ કે તું જે ગાડી ભુપતભાઇની ચલાવતો હતો તે ગાડી હું ચલાઉ છું.

કાલ હું આણંદ ફેરો લઇ આવવાનો છું અને તુ ક્યારે મોરબી આવે છે તારી પત્નીને લઇને મને તારી પત્નીને સોંપી દે હું તને પૈસા આપીશ જેથી આરોપીને મનમાં લાગી આવતા તા. ૧૩/૦૪/૨૦૨૧ ના રોજ મરણ જનારનો સંપર્ક કરી તારાપુર ભેગુ થવાનું નક્કિ કરેલ અને આરોપી તારાપુર મરણ જનાર તથા આરોપી બન્ને નાઓ ટ્રક નંબર GJ-36-T-7646 લઇ તા. ૧૪/ ૦૪/ ર ૦૨૧ ના સવારે ૮:૦૦ વાગ્યે સીરામીક ગોલ્ડમા ટાઇલ્સ ખાલી કરેલ અને ત્યાંથી અને બપોરના સાવલી નજીક આ મેલડી માતાના મંદિર નજીક લાકડા ભરવા માટે બન્ને ગયેલા અને ત્યાં ગાડી મુકી બન્ને ત્યાં રાતના દશેક વાગે ગાડી ભરાઇ જતા આરોપીએ ગાડી ચાલાવેલ અને અગ્યારેક વાગે સાવલી જમી રાત્રીના બારેક વાગે મોરબી જવા નીકળેલા દરમ્યાન બન્ને ને દિનેશની પત્ની બાબતે
અને ગાડી ઓડ થઇ ભાલેજ ફાટક પાસે આવતા મરણ જનાર રમેશ સુઇ જતા આ કામના આરોપીને મનમાં
લાગી આવેલ હોય સામરખા ચોકડી થઇ ચીખોદ્રા ચોકડી તરફ લીધેલ નવી આર.ટી.ઓ. ઓડ બ્રીજ પસાર કરી વળાંક પાસે ગાડી ઉભી રાખી ગાડીમાં પડેલ છરી રમેશના પેટના ભાગે ઉપરા છાપરી મારી દીધેલ અને ત્યાર બાદ ગળાના ભાગે મોટો ઘા મારી મોત નિપજાવેલ અને તેને દરવાજાને અડીને બેસાડી દીધેલ અને ગાડી લઇ ઓડ બાજુ હંકારી સી.એચ.જી. પેટ્રોલ પંપ આગળ રોડની સાઇડમાં ટ્રક ઊભી રાખી અને કંડકટર સાઇડનો દરવાજો ખોલી રમેશને નીચે ઉતારી સાઇડમાં મુકી ગાડી લઇ જતો રહેલ બાદ તા. ૧૬/૦૪/૨૦૨૧ ના સાંજના સાવલી થઇ ઓડ અહીમાં ત્રણ રસ્તા ગાડી સાથે પકડી પાડી તેની વધુ પુછપરછુ કરતા આરોપી દિનેશ આંકલાવ પોલીસ સ્ટેશન ફસ્ટ.ગુ.ર.નં. ૨૦/૨૦૧૭ ૩૬૩, ૩૬૬, પોક્સો ૧૮ મુજબના અપહરણના ગુનામાં પણ નાસતો ફરતો હોવાનું જણાય આવેલ આમ બે ગુના ડીટેકટ કરવામાં સફળતા મળેલ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here