Kheda (Anand)

નાપાડ વાંટા ગામે મુરા વિસ્તામાં રહેતા હિન્દુ ધર્મના એક વ્યક્તિની અંતીમ વિધી મુસ્લીમ કોમના યુવાનો એ કરી કોમી એકતા નુ ઉદાહરણ પૂરૂ પાડ્યુ

તા ૧૯ એપ્રીલ ૨૦૨૧ ના રોજ આણંદ તાલુકા ના નાપાડ વાંટા ઈસ્લામપુરા ના મુરા તલાવડી વિસ્તારમાં રહેતા હિન્દુ ધર્મના કાભઈ અમુભાઈ સોલંકી ની કુદરતી મોત થઇ હતી. કાભઈભાઈ ના કુટુંબ માં કોઈ જવાબદાર વ્યક્તિ નહતું જે અંતીમ વિધી કરી શકે. જેથી તેજ વિસ્તારની રોશન કમીટીના મુસ્લીમ યુવાનોએ રોજા (ઉપવાસ) ની હાલતમાં અંતીમ વિધીનો તમામ ખર્ચ ઊઠાવી લઈ કાભઈ ભાઈ સોલંકી ની અંતીમ વિધી હિન્દુ ધર્મના રીત – રીવાજો મુજબ વિધી પૂર્ણ કરી કોમી એકતાનું ઉમદા ઉદાહરણ સાક્ષર કરી માનવતાને જીવંત રાખી માનવતાની મહેક ફેલાવી હતી.

જેમાં રોશન કમિટીના મહંમદખાન રાઠોડ,રફીકભાઈ રાઠોડ,અસમતખાન રાઠોડ,ઈરફાનખાન રાઠોડ,રણજીતખાન રાઠોડ,તોશીફખાન રાઠોડ,આશીકભાઈ રાઠોડ,શહીદખાન રાઠોડ,જશુભા રાઠોડ તથા કમીટીના બીજા સભ્યો ભેગા મળી અંતીમ વિધી પૂર્ણ કરી હતી.


ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.