Bollywood

અંતિમ સમયે આ પ્રખ્યાત સંગીતકાર પાસે નહોતી ફૂટી કોડી, પત્નીએ કાર વેચી ઘરને ભાડે આપ્યુ

ક્યા અદા ક્યા જલવે તેરે પારો, સોના સોના, શાબા શાબા, નીચે ફુલોકી દુકાન, મોરા પિયા, મેં યહા તું વહા અને ચલી ચલી ફિર ચલી ચલી જેવા ગીતો કંપોઝ કરનાર સંગીતકાર અને ગાયક આદેશ શ્રીવાસ્તવે બોલિવૂડને ઘણાં હિટ ગીતો આપ્યા. સંગીતકારનો જન્મ 4 સપ્ટેમ્બરના રોજ મધ્ય પ્રદેશમાં થયો હતો. ઘણાં હિટ ગીતો આપ્યા છતાં તેની અંતિમ સમયમાં, આદેશ પાસે એટલા પૈસા નહોતા કે તેની સારવાર કરાવી શકે. આજે આદેશ શ્રીવાસ્તવના જન્મદિવસ પર કેટલીક વિશેષ બાબતો જાણીએ.

આદેશ શ્રીવાસ્તવને 1993 માં પહેલો બ્રેક મળ્યો હતો. કન્યાદાન ફિલ્મથી તેમણે ફિલ્મોમાં કામની શરૂઆત કરી. 1994માં ફિલ્મ ‘આઓ પ્યાર કરે’ માં સંગીત આપીને સંગીતકાર તરીકે સ્થાન મેળવ્યું હતું. થોડા સમયમાંજ આદેશને યુવા ગાયક અને સંગીતકાર તરીકેની પ્રસિદ્ધિ મળી.

આદેશ શ્રીવાસ્તવે બોલિવૂડની સાથે સાથે હોલીવુડની હસ્તીઓ સાથે પણ ગાવાનું શરૂ કર્યું. પ્રખ્યાત હોલીવુડ અને પોપ ગાયક-ગાયકો સાથે ઘણી વખત સ્ટેજ શેર કરી પ્રોગ્રામ કર્યા. શકીરા, એકોન સહિત દિગ્ગજ હસ્તીઓ સાથે ગીતો ગાયા. પ્રખ્યાત ટીવી શો સારેગામાપામાં જજ તરીકે ભૂમિકા નિભાવી.

આદેશને ઓળખ ફિલ્મ રેફ્યુઝીથી મળી. આ ફિલ્મ માટે તેમને આઇફા એવોર્ડ મળ્યો. આ પછી રહેના હૈ તેરે દીલમે (2001) “કભી ખુશી કભી ગમ (2001)”, “બાગબાન (2003)” અને “રાજનીતી (2010)”, તેનું કમ્પોઝ કરેલું સંગીત ખૂબ જ લોકપ્રિય થયું.

આદેશે અભિનેત્રી અને સિંગર વિજેતા પંડિત સાથે લગ્ન કર્યાં. આદેશ કેન્સરથી ગ્રસ્ત હતા અને તેની સારવાર કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં ચાલી રહી હતી.

પૈસાની અછતને કારણે તેમને ઘણી તકલીફ પડી રહી હતી. 5 સપ્ટેમ્બર, 2015 ના રોજ, તેમના 51 મા જન્મદિવસની ઉજવણી પછીના બીજા જ દિવસે, તેમણે અંતિમ શ્વાસ લીધા. પૈસાની અછતને કારણે તેઓએ તેમની કાર વેચવી પડી હતી. તેમના અવસાન પછી પરિવાર પર મુશ્કેલીનો માહોલ છવાયો હતો. નાણાકીય સંકટને કારણે વિજેતાને ઘર ભાડે દેવાની નોબત આવી હતી.

Leave a Reply

Your email address will not be published.