GUJARAT

અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં ઢીચણસમા પાણી ભરાયાં છે, જેને પગલે જનજીવન પ્રભાવિત થયું છે…..

ગુજરાતમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં હોવાથી અતિભારે વરસાદની શક્યતા નહિવત છે. આજે છત્તીસગઢ પરનું હળવું દબાણ પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ખસવાની શક્યતાને પગલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. આ દરમિયાન અંકલેશ્વર શહેરમાં માત્ર દોઢ કલાકમાં 5 ઇંચ વરસાદથી સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું છે.

માત્ર દોઢ કલાકમાં 5 ઇંચ ખાબકેલા વરસાદના કરાણે અંકલેશ્વરમાં ઘર, દુકાનો અને મંદિરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. ધોધમાર વરસાદના કારણે અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં ઢીચણસમા પાણી ભરાયાં છે, જેને પગલે જનજીવન પ્રભાવિત થયું છે.

અંકલેશ્વર શહેરમાં દોઢ કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્તા શહેરના તમામ રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા છે. અંકલેશ્વરના GIDC સહિતના તમામ વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. શહેરના રસ્તાઓ પર પાણી સિવાય કંઈ જોવા મળતું નથી. દોઢ કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે સ્થાનિક જનજીવન કોરવાઇ ગયું છે. સ્થાનિક દુકાનનો તમામ સામાન પલળી જતાં વેપારીઓને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

અચાનક ખાબકેલા ધોધમાર વરસાદના કારણે અંકલેશ્વરમાં વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે લોકોના વાહનો વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયા છે અને રિક્ષા સહિતનાં વાહનો બંધ થઈ જતાં ધક્કા મારીને વાહનોને ઘરે પહોંચાડવાનો વારો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.