Home Gujarat કચ્છના રાપરમાં સરાજાહેર વકીલની હત્યા મુખ્ય આરોપી ધરપકડ કરવામાં આવી છે…

કચ્છના રાપરમાં સરાજાહેર વકીલની હત્યા મુખ્ય આરોપી ધરપકડ કરવામાં આવી છે…

13
0

કચ્છના રાપરમાં સરાજાહેર વકીલની હત્યા મુખ્ય આરોપી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 10 લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. હત્યાના પાંચ દિવસ બાદ આખરે પરિવારજનો લાશ સ્વીકારી છે.
રાપરની દેના બેંક ચોકમાં સરાજાહેર સામાજિક આગેવાન અને વકીલ દેવજી મહેશ્વરીની હત્યા નિપજાવાની ઘટના ધેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં જોવા મળ્યા હતા. વકીલ હત્યા પગલે કચ્છ પોલીસ દોડતી થઈ હતી. સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. વકીલ હત્યાનો મુખ્ય આરોપી હત્યા બાદ મુંબઇ ભાગી જતા કચ્છ પોલીસ ટીમ મુંબઈ પહોંચી હતી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે હત્યાના મુખ્ય આરોપી ભરત રાવલ મુંબઈથી દબોચી લીધો હતો. હાલ કચ્છ પોલીસે મુખ્ય આરોપીનો કબજો લઈને આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે. આ કેસમાં જિલ્લા પંચાયતના પ્રમુખના ભાઈ સહિત 10 જેટલા લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે.
– રાપરમાં સરાજાહેર વકીલની હત્યા
– યુવકે છરીના ધાજીકી હત્યા નિપજાવી
– સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
– મુખ્ય આરોપી ભરત રાવલ મુંબઈથી ઝડપાયો
– 10 લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા..
– પાંચ દિવસ બાદ પરિવારજનો લાશ સ્વીકારી
તમામ આરોપીની ધરપકડ માંગ સાથે દલિત અધિકાર મંચ દ્વારા સમગ્ર કચ્છભરમાં રસ્તા રોકી ચક્કાજામ કરી વિરોધ નિધાવ્યો હતો. આખરે તમામ આરોપી પોલીસે અટકાયત કરી લેતા પાંચ દિવસ બાદ લાશ સ્વીકારી છે. વકીલની હત્યા મામલે હજુ સુધી ચોકકસ કારણ જાણી શકાયું નથી. મુંબઈ પોલીસની તપાસમાં વકીલ દેવજી ભાઈ પોતાના ફેસબુક પર બ્રાહ્મણ વિરોધી પોસ્ટ અને મેસેજ જોઈને આરોપી ભરત રાવલ ઉશ્કેરાઈને દેવજી ભાઈની હત્યા નિપજાવી હોવાની શક્યતા છે. અગાઉ મૃતક અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી. હત્યા મામલે પરિવારજનોએ લુહાર સુથાર વાડી કારણભૂત હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. હત્યામાં ન્યાયિક તપાસ માટે એસઆઇટી ટીમની રચના કરવામાં આવી છે. શા માટે હત્યા થઈ ? હત્યા પાછળનું સાચું કારણ જાણવા મુખ્ય આરોપીના રિમાન્ડ મેળવવા પુછપરચ શરૂ કરી છે.


Previous articleરાજકોટના ઇન્જેક્શન કૌભાંડમાં મુખ્ય આરોપીએ સિવિલ હોસ્પિટલમાંથી 5 ઇન્જેક્શન ચોરી કર્યાની કબૂલાત આપી છે…
Next articleSBIએ કહ્યું કે, સાયબર ક્રિમિનલ હવે ફરજી વોટ્સએપ કોલ અને મેસેજ મારફતે ગ્રાહકોને નિશાન બનાવી રહ્યા છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here