Home Surat મોટી નરોલી ગામે નેશનલ હાઈવે પર ગેરકાયદે બાયો ડીઝલનું વેચાણ થતાં મામલતદારે...

મોટી નરોલી ગામે નેશનલ હાઈવે પર ગેરકાયદે બાયો ડીઝલનું વેચાણ થતાં મામલતદારે દરોડો પાડ્યો…

19
0

12 હજાર લીટર બાયોડીઝલ સહિત રૂપિયા 11 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો…
માંગરોલ, દેગડીયા :માંગરોળ તાલુકા માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલ મોટી નરોલી ગામે મામલતદાર અને પોલીસ તંત્રએ રેડ કરી ગેરકાયદે બાયોડીઝલ નું વેચાણ કરતા શખ્સને ઝડપી લઇ રૂપિયા 11,89,880 નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો..
માંગરોળના મામલતદાર ડી.કે.વસાવા અને કોસંબા ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતની ટીમ દ્વારા મોટી નરોલી ગામે હાઈવે પર જોધપુર ઢાબા ના કમ્પાઉન્ડમાં આવેલ ભારત બાયોડીઝલ નામના પંપ ઉપર રેડ કરાતા સ્થળ ઉપરથી બિનઅધિકૃત રીતે બાયોડીઝલ નું વેચાણ કરતા શખ્સ ને ઝડપી લીધો હતો તેનું નામ પુછતા પ્રકાશભાઈ મનોજભાઈ ખડીક. રહે કીમ ચાર રસ્તા સાનિધ્ય ટાઉનશીપ મૂળ રહે. રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું અને રૂપિયા ૨૫ હજારના પગારથી તે નોકરી કરે છે તેમ જણાવ્યું હતું જ્યારે આ પંપ ના માલિક નું નામ શૈલેષભાઈ કમાભાઈ દેસાઈ રહે નીલકંઠ એપાર્ટમેન્ટ કેનાલ રોડ પાલનપુર પાટિયા સુરત ના હોવાનું જણાવ્યું હતું ઉપરોક્ત જમીન ઐયુબ એ બી સી નામના વ્યક્તિની હોવાનું જણાવ્યું હતું વધુ તપાસમાં એક્સપ્લોઝિવ લાયસન્સ વિના બાયોડિઝલ નો વેપાર કરવામાં આવતો હતો કોઇપણ જાતનો હિસાબી રેકર્ડ રાખવામાં આવેલ નથી ખરીદી ના બિલ રજુ કરવામાં આવેલ નથી જેથી મામલતદાર દ્વારા 12 હજાર લીટર બાયો ડીઝલ નો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો આગામી હુકમ ન થાય ત્યાં સુધી જથ્થો યથાવત સ્થિતિમાં જાળવી રાખવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે હાલ બિન અધિકૃત બાયોડીઝલ નુ વેચાણ કરતા બંને શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.




રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત


Previous articleબ્રહ્મસમાજ નું ગૌરવ
Next articleમાંગરોળના વેલાછા ગામે યોજાયેલ ભાજપની કારોબારી સભામાં મંત્રી ગણપતભાઈ વસાવા ના હસ્તે પદાધિકારીઓ અને વિવિધ મોરચાના પ્રમુખોનું સન્માન કરાયું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here