South-Gujarat

ઝઘડિયામાં ૮૨ કલાકના મીની લોકડાઉન બાદ આજથી બજાર ખુલશે.

ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ગુરુવારે બપોરે બે વાગ્યાથી સોમવારે સવારે સાત સુધી સ્વેચ્છિક લોકડાઉન કરવાની અપીલ કરી હતી.

શહેરો બાદ હવે કોરોના નો કહેર ગામડાઓમાં પણ મોટાપાયે પગપેસારો કરી રહ્યો છે. ઝઘડિયા તાલુકાના ગોવાલી, ઝઘડિયા, ધારોલી, પડવાણીયા, અવિધા, જેસપોર, પાણેથા, ભાલોદ, પીએચસી વિસ્તારોના ગામડાઓમાંથી રોજેરોજ કોરોના ના લક્ષણ ધરાવતા દર્દીઓનો રાફડો ફાટયો છે. સરકારી દવાખાનાઓમાં ઉપરાંત ખાનગી લેબોરેટરીમાં અસંખ્ય કોરોના ના ટેસ્ટ કરવામાં આવતા મોટાભાગના કેસો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે, જેના સંદર્ભે ઝઘડિયા રાજપારડી ઉમલ્લા ગ્રામ પંચાયતો દ્વારા લોકડાઉનની જાહેરાતો સમયાંતરે કરવામાં આવી છે. ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ગુરુવારે બપોરે ૨.૦૦ થી સોમવારે સવારે ૭.૦૦ સુધી ની મીની લોકડાઉન ની અપીલ સ્થાનિક વેપારીઓને કરવામાં આવી હતી, જેને સંપૂર્ણ સફળતા મળી છે. ઝઘડિયા ગામના ૮૨ કલાકના મીની લોકડાઉન બાદ આજરોજ સોમવારે બજારો ૭.૦૦ વાગયા થી ખુલશે. ઝઘડિયા પંચાયત દ્વારા મીની લોકડાઉનની જાહેરાતના પગલે ઝઘડિયા તેમજ આજુબાજુના ગામોમાં કોરોના સંક્રમણની ચેન ને તોડવામાં પણ સફળતા મળી હોય તેમ જણાય છે.

રિપોર્ટર:નિમેષ ગોસ્વામી ઝઘડીયા

Leave a Reply

Your email address will not be published.