Home Gujarat ગુજરાતમાં હાલ કમોસમી વરસાદે જગતના તાતની ઉંઘ હરામ કરી મૂકી હવામાન વિભાગે...

ગુજરાતમાં હાલ કમોસમી વરસાદે જગતના તાતની ઉંઘ હરામ કરી મૂકી હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી હતી.

7
0

રાજ્યના અનેક ભાગોમાં આજે રાત્રિથી હવામાન (weather)માં પલટો આવી શકે તેમ છે અને વાદળછાયુ વાતાવરણ (Cloudy weather) રહેવાની શક્યતા હવામાન વિભાગે (Department of Meteorology) વ્યક્ત કરી છે. ત્યારે તા.12મી ડિસેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાત (South Gujarat)ના ભાગો, સૌરાષ્ટ્ર (Saurashtra)ના કિનારાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં હળવું માવઠું થવાની શક્યતા છે. ગુજરાતમાં ઠંડી પણ ઘટવાની શક્યતા છે. અરબ સાગરમાં ચક્રવાતની અસરથી આ માવઠું થવાની શક્યતા છે પરંતુ ચક્રવાતની અસર ગુજરાતના ભાગોમાં ન થતા ચક્રવાત સમુદ્રમાં સમાઈ જાય અથવા ઓમાન તરફ ફંટાઈ જવાની શક્યતા છે.
ગુજરાતમાં હાલ કમોસમી વરસાદે જગતના તાતની ઉંઘ હરામ કરી મૂકી છે. હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી હતી. જેના અનુસંધાને આજે સુરતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. મોડી રાત્રીથી સુરત જિલ્લાના કેટલાંક વિસ્તારમાં વરસાદી છાંટા પડી રહ્યા છે. મોડી રાત્રે કામરેજ, મહુવા વિસ્તારમાં ડિસ્ટબન્સ સર્જાયું હતું. હાલ મહુવા વિસ્તારમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. સુરત જિલ્લા વાદળ છાયું વાતાવરણ છવાયું છે.
આજે સવારથી સુરત, નવસારી, તાપી અને અમરેલી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ નોંધાયો હતો. કામરેજ, મહુવા વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો. તો નવસારીના વાંસદા તાલુકાના બારતાડ અને ઉનાઈ ગામમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. ખેતરોમાં ખૂલ્લામાં પડેલો પાક પણ ખેડૂતોએ સુરક્ષિત જગ્યાએ ખસેડવાનો શરૂ કર્યો હતો. અમરેલીના જાફરાબાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આજે વહેલી સવારે તાપીમાં વરસાદી છાંટા પડ્યા હતા. જિલ્લાના વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી હતી. વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. વાંસદા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાંસદા તાલુકાના બારતાડ અને ઉનાઈ ગામમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. વહેલી સવારે કમોસમી વરસાદી છાંટા પડતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, બુધવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદની આગાહી પણ કરાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 10 અને 11 ડિસેમ્બરે સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે.

Previous articleબ્રિટન માં કોરોના વેક્સીન આપવામાં આવતા 2 લોકો બિમાર પડ્યાની ફરિયાદ મળી છે.
Next articleઈટ્વજઅઁટ્વઅની પાર્ટનર બેંકો ICICI અને YES બેંકે ગ્રાહકોએ ની સાથે છેતરપિંડી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here