ગુજરાત માં કોરોના ચેપ ને રોકવા માટે રસીકરણ ની પ્રક્રિયામાં વહીવટી તંત્ર સમક્ષ એક નવો પડકાર ઉભો થયો છે. અમદાવાદ ના લઘુમતી વર્ચસ્વ ધરાવતા વિસ્તારો સ્થાનિક સંસ્થાઓ માટે ચિંતાનો વિષય બન્યા છે. ખૂબ ઓછા લોકોએ આ વિસ્તારોમાં રસીકરણ માટે નોંધણી (Registration) કરાવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) માં અત્યાર સુધીમાં 6 લાખ 55 હજાર લોકો નોંધાયા છે, જેમની ઉંમર 50 વર્ષથી વધુ છે. આ સાથે 24 હજાર 800 એવા પણ લોકો સામેલ છે, જેમની ઉંમર ઓછી છે પરંતુ કોઈ અન્ય રોગથી પીડિત છે. આ સિવાય 50 વર્ષથી વધુ ઉંમરના 4 હજાર લોકો, 50 વર્ષથી ઓછી ઉંમરના 2500 લોકોએ પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું છે કે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં કોરોના વેક્સીનેશન માટે નોંધણી ખૂબ ઓછી છે. શહેરના જોધપુર, વેજલપુર, સરખેજ, દક્ષિણ પશ્ચિમ ઝોનના મકતમપુરામાં ઓછા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમની સંખ્યા 46 હજાર 700 છે. અધિકારીઓના મતે સરકારી મશીનરી પર વિશ્વાસ ન હોવાને કારણે લોકો આ અભિયાનમાં જોડાઈને ડેટા આપવાનું ટાળે છે.
AMCએ રસીકરણ માટે 40 હજાર સરકારી આરોગ્ય વ્યવસાયિકો અને 15 હજાર ખાનગી હોસ્પિટલોના વ્યાવસાયિકોને વેક્સીનેશન માટે નક્કી કર્યા છે. આ ઉપરાંત રસીકરણ માટે 50 હજાર વધારાના ફ્રન્ટલાઈન કામદારોની ઓળખ કરવામાં આવી છે. જમાલપુર-ખાડિયા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાના કહેવા પ્રમાણે, એકવાર નેતાઓ આ કાર્ય માટે આગળ આવશે, ત્યારે લોકો જાતે રસીકરણ કરાવી લેશે.
ખેડાવાલાએ કહ્યું, ‘પશ્ચિમના દેશોમાં ઘણા વરિષ્ઠ નેતાઓએ કોવિડની રસી પહેલા લીધી હતી. પરંતુ ગુજરાતમાં હજી સુધી કોઈ પણ નેતાએ પોતાની જાતે વેક્સીનેશન કરાવ્યું નથી. તેથી લોકો વિશ્વાસ કરી શકતા નથી. વળી લોકો માની લેવા તૈયાર નથી કે ડેટાનું સંગ્રહ ફક્ત રસીકરણ માટે કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન શરૂ થશે ત્યારે લોકો જાતે પહેલ કરશે.