Home Bollywood એનસીબી દ્વારા ડ્રગ્સ કેસમાં ‘ધર્મા પ્રોડક્શન’ના એક ડાયરેક્ટરને સમન્સ મોકલવામાં આવ્યું છે,…

એનસીબી દ્વારા ડ્રગ્સ કેસમાં ‘ધર્મા પ્રોડક્શન’ના એક ડાયરેક્ટરને સમન્સ મોકલવામાં આવ્યું છે,…

31
0

હાલમાં જ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે એનસીબી દ્વારા ડ્રગ્સ કેસમાં ‘ધર્મા પ્રોડક્શન’ના એક ડાયરેક્ટરને સમન્સ મોકલવામાં આવ્યું છે. ડાયરેક્ટર ‘ક્ષિતિજ પ્રસાદ’ને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે. બોલિવૂડ ડ્રગ્સ કનેક્શનને લઈને NCB ફુલ એક્શનમાં છે. બુધવારે સમન્સ મળ્યા પછી ફેશન ડિઝાઈનર ‘સિમોન ખંબાટા’ ગુરુવારે સવારે પૂછપરછ માટે એનસીબી ગેસ્ટ હાઉસ પહોંચી છે. જ્યારે ‘રકુલ પ્રીત સિંહ’ને સમન્સ મોકલવામાં આવ્યું હતું. પરંતુ તેમની ટીમ દ્વારા સમન્સ ન મળ્યાનો દાવો કર્યો છે. જેના કારણે ‘રકુલ પ્રીત’ હજુ સુધી એનસીબી ઓફિસ પહોંચી નથી. એનસીબી ‘જયા સાહા’ અને ‘શ્રુતિ મોદી’ની પણ પુછપરછ કરી રહી છે. બુધવારે એનસીબી દ્વારા પાંચ સેલિબ્રિટીઓને સમન્સ મોકલવામાં આવ્યું હતું. 26 સપ્ટેમ્બરે ‘દીપિકા પાદુકોણ’ અને હવે તેની સાથે ‘રકુલ પ્રીત સિંહ’ની પૂછપરછ કરવામાં આવશે. દીપિકા પાદુકોણે ગોવામાં છે અને તે આજે પ્રાઈવેટ પ્લેન દ્વારા મુંબઈ પહોંચશે.
ટીવી સેલિબ્રિટી સનમ જૌહર અને અબિગૈલ પાંડેની ફરી પૂછપરછ
શ્રુતિ મોદી પણ એનસીબી ઓફિસ પહોંચી ગઈ છે. સાથે જ બુધવારે પછી ગુરૂવારે ફરી એક વાર ટીવી સેલિબ્રિટી સનમ જૌહર અને અબિગૈલ પાંડે એનસીબી ઓફિસ પહોંચી ચૂક્યા છે. બંનેએ બુધવારની પૂછપરછમાં કેટલાક મહત્વના ખુલાસાઓ કર્યા છે. જેના પછી મુંબઈમાં સવારથી જ એનસીબી દ્વારા છાપામારી કરવામાં આવી રહી છે. એવામાં બંનેને ગુરુવારે ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ફરી પૂછપરછ કરવામાં આવી રહી છે. સનમ અને અબિગૈલનું નામ પેડલર અનુજ કેશવાનીએ પૂછપરછમાં લીધુ હતું.
રકુલ પ્રીત બહાના બનાવી રહી છેઃ NCB
એનસીબીની ટીમ રકુલ પ્રીત સિંહની વિરૂદ્ધ કડક વલણ અપનાવવામાં આવી રહ્યુ છે. એનસીબીનું કહેવું છે કે રકુલ પ્રીતના સંપર્ક કરવાના કેટલાક પ્રયત્નો કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ જો ગુરુવારે પૂછપરછ માટે ન પહોંચે તો તેમના માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. તેના પાસે છુપાવવા જેવું કંઈ ન હોય તો તેને તપાસમાં સહયોગ કરવો જોઈએ. એનસીબીનું કહેવું છે કે એવું લાગી રહ્યું છે કે રકુલ પ્રીત બહાના બનાવી રહી છે. નિયમો અનુસાર જો રકુલ પ્રીત ગુરુવારે ન પહોંચે તો તેમને ફરી સમન્સ મોકલવામાં આવશે. પરંતુ તેની સાથે તેના પરની શંકા પણ વધી જશે. કે તેણે તપાસમાં મદદ પહેલા પોતાની ડ્રગ્સ લિંક્સને છુપાવવાની કોશિશ તો નથી કરી રહી.
NCBની રડાર પર 50 સેલિબ્રિટીઓ
મળતી માહિતી મુજબ ડ્રગ્સ રેકેટમાં એનસીબીની રડાર પર 50 ફિલ્મી કલાકાર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર છે. તેમાં કેટલાક B ગ્રેડ ફિલ્મો સાથે પણ જોડાયેલા છે. એનસીબીના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોલિવૂડમાં ડ્રગ્સનું મોટું નેટવર્ક છે અને તેની સંખ્યા 50 કરતા પણ વધારે છે. તેમાં કેટલાક એ ગ્રેડના અભિનેતા, પ્રોડ્યુસરના નામ સામેલ છે. એનસીબી પેડલર્સની પૂછપરછના આધારે આ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ બધાની વિરૂદ્ધ શરૂઆતમાં પૂરાવાઓ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. જેના પછી દરેકને સમન્સ મોકલવામાં આવશે.


Previous articleવિશ્વ ઇતિહાસમાં એવા અનેક નરસંહાર થયા છે, જેને ભાગ્યે જ ભૂલી શકાશે….
Next articleનેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ એ બુધવારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 237 કિમી લાંબા હાઈસ્પીડ કોરિડરની ડિઝાઈન,…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here