Home International ભારત વિરુદ્ધ ચીને હવે ખેલ્યો નવો દાવ, ભુતાન સરહદે ઉંબાડિયા કરવાનું કર્યું...

ભારત વિરુદ્ધ ચીને હવે ખેલ્યો નવો દાવ, ભુતાન સરહદે ઉંબાડિયા કરવાનું કર્યું શરૂ

78
0

ચીને સત્તાવાર રીતે સ્વીકાર કર્યું છે કે તેને ભૂટાનની સાથે પૂર્વ સેક્ટરમાં સરહદ વિવાદ છે. ચીનની આ સ્વીકૃતિ ભારત માટે ઘણી મહત્વની છે. ઉલ્લેખનીય છે કે ભૂટાનની પૂર્વ સીમા અરૂણાચલ પ્રદેશ સાથે લાગે છે અને આ જ વિસ્તારમાં હવે ચીન સરહદ વિવાદનો દાવો કરી રહ્યું છે. ચીને કહ્યું છે કે તેનો ભૂટાન સાથે સરહદ વિવાદ ઉકેલાયો નથી
ભૂટાન સાથે ચીનની અત્યાર સુધી 24 સ્તરની વાતચીત થઈ
એક રિપોર્ટ પ્રમાણે ચીને કહ્યું કે, ભૂટાનની સાથે લાંબા સમયથી પૂર્વ, મધ્ય અને પશ્ચિમી વિસ્તારમાં સરહદ વિવાદ છે. ચીને ભારત તરફ ઇશારો કરતા કહ્યું કે કોઈ ત્રીજા પક્ષે ચીન-ભૂટાન વિવાદમાં આંગળી ના ઉઠાવવી જોઇએ. ચીન અને ભૂટાને વર્ષ 1984થી લઇને 2016ની વચ્ચે અત્યાર સુધી 24 સ્તરની વાતચીત કરી છે. આ દરમિયાન વાતચીતમાં ફક્ત પશ્ચિમ અને મધ્ય વિસ્તારનાં વિવાદ પર ચર્ચા થઈ હતી.
ભૂટાનની પૂર્વ સરહદ પર અત્યાર સુધી ચીનને કોઈ વાંધો નહોતો
ભૂટાનનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, “ચીન અને ભૂટાનની વચ્ચે પૂર્વ વિસ્તારમાં ક્યારેય પણ સરહદ વિવાદને લઇને વાતચીત નથી થઈ. બંને પક્ષે મધ્ય અને પશ્ચિમી વિસ્તારમાં સરહદ વિવાદને માન્યો હતો. અહીંનાં સરહદ વિવાદને ઉકેલવા માટે એક પેકેજ પર સહમતિ બની હતી. જો ચીનને પૂર્વ સેક્શનમાં પોતાની સ્થિતિ વૈધાનિક લાગી રહી હતી તો તેણે આ મુદ્દો પહેલા ઉઠાવવો જોઇતો હતો.”
આ પહેલા પણ ભૂટાનની એક જમીન પર કર્યો હતો નવો દાવો
બીજી તરફ ભૂટાનનાં એક નિષ્ણાતનું કહેવું છે કે આ સંપૂર્ણ રીતે ચીનનો નવો દાવો છે. બંને પક્ષોનાં જે દસ્તાવેજો પર સાઇન થઈ છે તેમાં ફક્ત પશ્ચિમી અને મધ્ય ભાગમાં વિવાદની વાત કરવામાં આવી હતી. ચીનનાં આ નવા દાવા પર ભારતે અત્યારે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ચીનનાં વિદેશ મંત્રાલયે ભૂટાનની સાથે પૂર્વ વિસ્તારમાં વાસ્તવિક વિવાદ વિશે વિસ્તૃત જાણકારી નથી આપી. આ પહેલા ચીને ભૂટાનની એક નવી જમીન પર પણ દાવો ઠોક્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here