Home International અમેરિકામાં કોરોના ના નવા મળી આવેલા આ વાઈરસે ડોકટરો અને મેડિકલ તજજ્ઞાો...

અમેરિકામાં કોરોના ના નવા મળી આવેલા આ વાઈરસે ડોકટરો અને મેડિકલ તજજ્ઞાો સામે પડકાર સર્જ્યો.

9
0

અમેરિકાનાં સાઉથ કેરોલીનામાં બે દર્દીઓમાં સાઉથ આફ્રિકન વાઈરસનો પહેલો કેસ મળી આવતા તંત્ર સાબદું થઈ ગયું છે. છેલ્લા ૧૧ મહિનામાં અમેરિકામાં કોરોનાની મહામારીને કારણે ૪,૩૦,૦૦૦થી વધુ લોકોનાં મોત થયા છે ત્યારે નવા મળી આવેલા આ વાઈરસે ડોકટરો અને મેડિકલ તજજ્ઞાો સામે પડકાર સર્જ્યો છે. અમેરિકામાં સત્તાવાળાઓ દ્વારા મોટાપાયે કોરોના વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ છે. આમ છતાં સંક્રમણ વધી રહ્યું છે. નવા વાઈરસ અસલ સ્ટ્રેઈન કરતા વધારે સંક્રમણ ફેલાવનારા હોવાનું નિષ્ણાતોનું માનવું છે. જો કે કેટલાક અભ્યાસ મુજબ તે વધુ જોખમી હોવાનાં કોઈ પુરાવા નથી આમ છતાં વેક્સિન અને એન્ટિબોંડી થેરાપીની અસરકારકતા ઘટાડે છે તેથી સાવધ રહેવું જરૂરી છે. અમેરિકામાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૬૩,૪૦,૬૩૧ થઈ છે જ્યારે ૪,૪૩,૭૯૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧,૬૨,૬૩૩ કેસ નોંધાયા છે અને ૩૯૧૯નાં મોત થયા છે.
વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧૦.૨૧ કરોડને પાર
વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧૦.૨૧ કરોડને પાર કરીને ૧૦,૨૧,૫૦,૪૮૩ થયો છે. વિશ્વમાં કોરોનાથી કુલ ૨૨,૦૩,૩૫૬ લોકોના મોત થયા છે. જો કે સારવાર પછી ૭,૩૯,૯૯,૯૫૮ લોકો સાજા થયા છે. ૨,૫૯,૪૩,૭૦૯ એક્ટિવ કેસ છે.
કોરોના કાર્ડ
યુએનનાં જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટરેસ દ્વારા ન્યૂયોર્કમાં કોરોનાની વેક્સિન મુકાવી છે.
બ્રિટનમાં નોવાવેક્સની વેક્સિન ટ્રાયલ સફળ રહી હોવાનું પીએમ બોરિસ જ્હોનસને જણાવ્યું છે. જે ૮૯.૩ ટકા અસરકારક છે.
યુએન દ્વારા ગ્લોબલ વેક્સિનેશન કાર્યક્રમમાં ભારત મહત્વની ભૂમિકા નિભાવશે તેવું જણાવાયું છે. વેક્સિનનાં મામલે તેણે ભારતની પ્રશંસા કરી છે.
બ્રિટને UAEની સીધી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુક્યો
બ્રિટને સંયુક્ત આરબ અમીરાતની સીધી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુક્યો છે. આમ તેણે દુબઈથી લંડનનાં સૌથી વધુ વ્યસ્ત ઈન્ટરનેશનલ એરલાઈન રૂટને બંધ કર્યો છે. બ્રિટનને ડર છે કે સાઉથ આફ્રિકામાં મળી આવેલા વાઈરસ જો બ્રિટનમાં આવશે તો વધુ સંક્રમણ ફેલાવશે તેથી યુએઈ, બુરૂન્ડી અને રવાન્ડાને પ્રતિબંધિત યાદીમાં મુકવામાં આવ્યા છે. બ્રિટનમાં ફક્ત રહેવાનાં અધિકાર ધરાવતા લોકો આ દેશમાંથી આવી શકશે પણ તેમણે ૧૦ દિવસ સેલ્ફ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે.

Previous articleદિલ્હીના લુટિયન્સ વિસ્તારમાં ઇઝરાઇલી દૂતાવાસ પાસે વિસ્ફોટ.
Next article2021-22ના બજેટથી સૌથી મોટી આશા છે કે, આ વખતે સરકાર ટેક્સ છૂટની મર્યાદામાં વધારો કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here