પ્રીમિયમ સ્માર્ટફોન બનાવતી દુનિયાની સૌથી વેલ્યુએબલ કંપની Appleના iPhoneનો જલવો છે અને આ વાત સાબિત થઈ રહી છે. દુનિયાભરમાં એક અરબથી વધારે લોકો પાસે iPhone છે, એટલે કે દર સાતમા વ્યક્તિ પાસે iPhone છે. જો કે, આઈફોન યુઝર્સની સંખ્યા અમેરિકા અને યુરોપીય દેશોમાં વધારે છે. પણ એશિયાના વિકસિત દેશોની સાથે જ ભારત જેવા વિકાસશીલ દેશોમાં પણ છેલ્લા 2 વર્ષ દરમિયાન આઈફોન યુઝર્સની સંખ્યામાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે.
સતત વધતી iPhoneની દીવાનગી
Neil Cybart નામની એક ટેક એનાલિસ્ટ કંપનીનું માનીએ ગો ગત મહિને એટલે કે iPhone 12 સીરિઝ લોન્ચ થયા પહેલાં દુનિયાભરમાં આઈફોન યુઝર્સની સંખ્યા એક અરબ એટલે કે 100 કરોડના આંકડાને પાર કરી ગઈ હતી. તેનાથી આઈફોનની પોપ્યુલારિટીનો અંદાજ આવી જાય છે કે મોંઘોદાટ હોવા છતાં પણ યુઝર્સમાં આ ફોનની દીવાનગી છે, સમયની સાથે આઈફોનની કિંમત તો વધી જ રહી છે, પણ તેમ છતાં લોકોમાં પણ સતત તેનો ક્રેઝ વધી રહ્યો છે.
એપ્પલે 2 વર્ષ પહેલાં જ એ જણાવવાનું બંધ કરી દીધું છે કે તેના આઈફોનનું વેચાણ વધ્યું કે ઘટ્યું કે પછી વેચાણના મામલે કંપનીએ કોઈ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો. પણ નીલ સાયબર્ટે દાવો કર્યો છે કે, એપ્પલના એક અરબથી પણ વધારે આઈફોન વેચાયા છે. વર્ષ 2008માં એપ્પલે પોતાનો પહેલો આઈફોન લોન્ચ કર્યો હતો. અને 2020 સુધીમાં કંપનીએ 1000 મિલિયન એટલે કે એરબથી વધારે આઈફોન વેચી દીધા છે.