Home Corona-live ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના આંકડો 60 લાખને પાર થઇ ગયો છે.

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના આંકડો 60 લાખને પાર થઇ ગયો છે.

68
0

દેશમાં કોરોનાના દર્દીઓના આંકડા ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના આંકડો 60 લાખને પાર થઇ ગયો છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 82170 નવા કેસ સામે આવ્યા, જ્યારે 1039 લોકોનું આ સંક્રમણથી મોત થયું. જો આ જ રફતાર રહી તો ભારત ટૂંક સમયમાં જ અમેરિકાને પાછળ છોડી દેશે.
વાત એમ છે કે દેશમાં હવે કોરોનાના દર્દીઓનો આંકડો 60,74,703 થઇ ગયો. તેમાંથી એક્ટિવ દર્દી 962640 છે. 50,16,521 દર્દી સ્વસ્થ થઇ ચૂકયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં દેશમાં 95542 લોકોના મોત થઇ ચૂકયા છે. તો અમેરિકામાં અત્યાર સુધીમાં 73 લાખથી વધુ કેસ સામે આવી ચૂકયા છે અને 2 લાખથી વધુ લોકોના મો થઇ ચૂકયા છે. 45 લાખથી વધુ દર્દી સાજા થઇ ચૂકયા છે.
અમેરિકામાં 35000 તો ભારતમાં દરરોજ 80 હજાર કેસ
1 સપ્ટેમ્બર સુધી અમેરિકામાં 61 લાખ કોરોના કેસ હતા જ્યારે ભારતમાં 38 લાખની નજીક 23 લાખનું અંતર હતું. 26 સપ્ટેમ્બર સુધીમાં અંતર ઘટીને માત્ર 13 લાખ રહ્યું. ભારતમાં દરરોજ 80000થી વધુ કેસ સામે આવી ચૂકયા છે. જ્યારે અમેરિકામાં દરરોજ અંદાજે 35000 કેસ સામે આવી રહ્યા છે.
ભારતમાં વધુ લોકો થઇ રહ્યા છે સ્વસ્થ
ભારત માટે સારી વાત એ છે કે અહીં કોરોનાથી સાજા થનારનો આંકડો 50 લાખને પાર કરી ગયો છે. એટલે કે કોરોનાથી રિકવરી રેટ 80 ટકાથી વધુ છે. તો અમેરિકામાં અત્યાર સુધી 73 લાખમાંથી 45 લાખ લોકો સાજા થઇ ગયા છે. એટલે કે અમેરિકાની તુલનામાં ભારતનો રિકવરી રેટ ઘણો સારો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here