GUJARAT

કોરોના વાયરસ ની ચેન તોડવા નેત્રંગ ટાઉન મા સ્વૈચ્છિક લોકડાઉન ના ત્રીજા દિવસે પણ જબરજસ્ત પ્રતિસાદ.

નાના લારી ધારકો થી લઇને તમામ દુકાન ધારકો એકજુથ થયા

૨૩ એપ્રિલ તેમજ ૨૪ એપ્રિલ હજી ૨ દિવસ સપુણઁ લોક ડાઉન રહેશે.

નેત્રંગ ટાઉન સહિત પંથક ભરમાં મા કોરોના વાયરસે પોતાનો વિકરાળ પંજો ફેલાવતા કોરોના થી મોતનો આક વધી રહ્યો છે અને સંકમિતો નો આક પણ બેલગામ આગળ વધતાં કોરોના ની ચેઇન તોડવા નેત્રંગ ટાઉન ના તમામ નાના મોટા વેપારીઓ એ એકજુથ થઇને પાંચ દિવસ માટે સ્વૈચ્છિક કરેલ લોકડાઉન ને આજે ત્રીજા દિવસે પણ જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે.

તો બીજી તરફ કોરોના ને લઇને ગાંધી બજાર જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ ના સહકાર થી સ્વામિનારાયણ મંદિર ખાતે તેમજ વહીવટી તંત્ર દ્વારા ખરેઠા ખાતે તેમજ નેત્રંગ ખાતે મહિલા આઇ.ટી.આઇ ભવન મા કોવીડ ૧૯ કેર સેન્ટર શરૂ કરવા માટે ની તડામાર તૈયારીઓ થઇ રહીં છે.
નેત્રંગ ટાઉન સહિત પંથક મા કોરોના ની રફતાર બેલગામ આગળ વધતા કોરોના થી મોતનો આક વધી રહ્યો છે,અને બીજી તરફ કોરોના સંકમિતો ની સંખ્યા મા ધરખમ વધારો જોવા મળતા.નેત્રંગ ટાઉન ના અનાજ કરીયાણા સહિત ના અન્ય વેપારી મિત્રો તેમજ નેત્રંગ ગ્રામપંચાયત ના મહિલા સરપંચ સીમાબેન વસાવા તેમજ પંચાયત સભ્યો ,તાલુકા પંચાયત ના પદાઘિકારીઓ ની એક મીટીંગ ૧૮ એપ્રિલ ના રોજ જીનબજાર ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિર હોલમા મળી હતી જેમા સરવાનુ મતે તા ૨૦ એપ્રિલ ના રોજ થી ૨૪ એપ્રિલ દરમિયાન સ્વૈચ્છિક લોકડાઉન માટે ની તમામ વેપારી મિત્રો ને અપિલ કરવામા આવતાં ૨૦ એપ્રિલ ના રોજ થી શરૂ થયેલ સ્વૈછિક લોકડાઉને આજે ત્રીજા દિવસે પણ દુકાન ધારકો તેમજ આમ જનતા ના સાથ સહકાર થી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે.
કોરોના સંકમિત ના વધતા જતા દઁદીઓ ની સંખ્યા ને લઇને ટાઉન ના ગાંધી બજાર વિસ્તારમાં આવેલા જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ ના સહકાર થી સ્વામિનારાયણ મંદિર ખાતે કોવીડ કેર સેન્ટર શરૂ કરવા માટે તૈયારી કરી દેવામાં આવી છે.જેના માટે સરકારી તંત્ર ની લીલીઝંડી ની રાહ જોવાઇ રહી છે. જયારે તંત્ર દ્વારા આગામી બે ત્રણ દિવસ મા તાલુકા ના ખરેઠા ખાતે તેમજ નેત્રંગ ખાતે મહિલા આઇ ટી આઇ ભવન ખાતે કોવીડ ૧૯ કેર સેન્ટર શરૂ કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગ ના અધિકારીઓ તેમજ કમઁચારી રાબેતા મુજબ ખડેપગે રાત્ર દિવસ પોતાની ફરજ બજાવી રહયા છે સાથે સાથે વેકસીન મુકવાની કામગીરી પણ ચાલી રહી છે.

નેત્રંગ તાલુકા ના ખરેઠા ખાતે તેમજ નેત્રંગ ખાતે મહિલા આઇ ટી આઇ ભવન ખાતે કોવીડ ૧૯ કેર સેન્ટર શરૂ કરવા વહીવટ તંત્ર તૈયારી તો કરી રહયું છે. પરંતુ પુરતા પ્રમાણમાં
આરોગ્ય વિભાગ નો સ્ટાફ તેમજ ઓકસીજન ની પણ પુરતા પ્રમાણમાં પ્રથમ સુવિધા ઉભી થશે ખરી ? કે પછી રાજપીપળા જેવા હાલના થાય.તે બાબત ને પણ દયાન પર લઇને વહીવટી તંત્ર મા બેઠેલા પ્રાંત અધિકારી કામગીરી કરે તેવું પ્રજા મા ચઁચા ઇ રહયુ છે.

ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ

Leave a Reply

Your email address will not be published.