India

ખેડૂત આંદોલન ને લઇ વિપક્ષની એકજૂથતા ના હોવાને લઇ પણ સામનામાં જોરદાર આલોચના કરી.

શિવસેના ના મુખપત્ર સામનામાં શનિવારના રોજ United Progressive Alliance (UPA) અને તેમના સહયોગીઓને બરાબરના આડે હાથ લીધા છે. ખેડૂત આંદોલન ને લઇ વિપક્ષની એકજૂથતા ના હોવાને લઇ પણ સામનામાં જોરદાર આલોચના કરી. સંપાદકીયમાં શિવસેનાએ કહ્યું કે જો ખેડૂત આંદોલનના 30 દિવસ બાદ પણ પરિણામ નીકળી શકતું નથી તો સરકાર એ વિચારે છે કે તેને કોઇ રાજકીય ખતરો નથી. કોઇપણ લોકતંત્રમાં વિપક્ષ અગત્યનું પાત્ર ભજવે છે. પરંતુ કોંગ્રેસ અને યુપીએ મોદી સરકાર પર દબાણ બનાવામાં નિષ્ફળ રહ્યું.

‘NGO જેવું છે UPA’

સામનામાં લખ્યું કે કોંગ્રેસના નેતૃત્વમાં એક ‘UPA’ નામનું રાજકીય સંગઠન છે. એ ‘UPA’ની હાલત એકાદ ‘NGO’ જેવી દેખાય છે. યુપીએના સહયોગી પક્ષ પણ ખેડૂતોના અસંતોષને ગંભીરતાથી લેતા દેખાતા નથી. યુપીએમાં કેટલાંક દળ હોવા જોઇએ પરંતુ તે કોણ અને શું કરે છે? તેને લઇ ભ્રમની સ્થિતિ છે.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કમી, માત્ર શરદ પવાર જ UPAમાં દેખાય છે: શિવસેના

સામના એ લખ્યું કે રાહુલ ગાંધી પૂરતું કામ કરી રહ્યા છે પરંતુ તેમના નેતૃત્વમાં કેટલીક કમી છે. કોંગ્રેસના પૂર્ણકાલીન અધ્યક્ષની જરૂર છે. યુપીએને વધુ ક્ષેત્રીય પાર્ટીઓની જરૂર છે પરંતુ આવું ભવિષ્યમાં શકય થાય તેવું દેખાતું નથી. માત્ર શરદ પવાર જ યુપીએમાં દેખાય છે. તેમની સ્વતંત્ર વિચારસરણી છે. તેમના અનુભવનો લાભ પ્રધાનમંત્રી મોદી સુધ્ધાં લે છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, NCP અને શિવસેનાએ સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી છે.

સામનામાં આગળ કહ્યું કે યુપીએમાં ગડબડી છે અને વિપક્ષને એકજૂથ કરવા માટે નેતૃત્વની જરૂર છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને અન્ય રાજ્યોમાં નેતા ભાજપની વિરૂદ્ધ લડાઇ લડી રહ્યા છે પરંતુ તેઓ યુપીએના બેનર નીચે આવવા માંગતા નથી. મમતા બેનર્જીએ એનસીપી ચીફ શરદ પવારની મદદ લીધી કારણ કે ભાજપ સરકારી મશીનરીનો ઉપયોગ કરીને બંગાળમાં રાજ્ય સરકાર પર દબાણ બનાવી રહ્યું હતું. શરદ પવાર પશ્ચિમ બંગાળ જઇ રહ્યા છે. આ જ સમય છે કે વિપક્ષ એકજૂથ થાય અને મમતા બેનર્જીને સમર્થન આપે, ત્યારે જ ભાજપ પર દબાણ બનાવી શકાય છે.

‘વિપક્ષ કરે આત્મચિંતન’

સામનામાં આગળ લખ્યું કે હાલ લોકતંત્રનું જે ધનોતપનોત શરૂ છે, તેના માટે ભારતીય જનતા પાર્ટી કે મોદી-શાહની સરકાર જવાબદાર નથી. પરંતુ વિરોધી દળ સૌથી વધુ જવાબદાર છે. વર્તમાન સ્થિતિમાં સરકારને દોષ દેવાની જગ્યાએ વિરોધીઓને આત્મચિંતન કરવાની જરૂર છે.

‘સરકારના મનમાં વિપક્ષનું અસ્તિત્વ નથી’

શિવસેનાના મુખપત્રમાં લખ્યું છે કે ગુરૂવારના રોજ કોંગ્રેસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં ખેડૂતોના સમર્થનમાં એક મોરચો ખોલી કાઢયો. રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતા બે કરોડ ખેડૂતોના હસ્તાક્ષરવાળા નિવેદન પત્ર લઇ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. તો વિજય ચોક પર પ્રિયંકા ગાંધી વગેરે નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી. છેલ્લાં 5 વર્ષમાં કેટલાંય આંદોલન થયા. સરકારે તેને લઇ કોઇ ગંભીરતા દેખાડી હોય એવું બન્યું નથી. આ વિરોધી પક્ષની જ દુર્દશા છે. સરકારના મનમાં વિરોધી દળનું અસ્તિત્વ જ નથી.

Leave a Reply

Your email address will not be published.