Home Gujarat રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ચાલુ માસમાં લેવાનાર સામાયિક કસોટી અંતે રદ કરવામાં આવી

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ચાલુ માસમાં લેવાનાર સામાયિક કસોટી અંતે રદ કરવામાં આવી

2
0

(ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતનું સંતોષકારક પરિણામ)
દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જે વચ્ચે જી.સી.ઈ.આર.ટી.,ગાંધીનગર દ્વારા ધોરણ 3 થી 8 ની આગામી તારીખ 27 એપ્રિલથી સામાયિક કસોટી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા કોરોના મહામારીના કપરા સમયે સામાયિક કસોટી ન યોજવા શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને હકારાત્મકતા સાથે લઈ જી.સી.ઈ.આર.ટી.ના સચિવ દ્વારા આજરોજ સામાયિક કસોટી મોકૂફ રાખવા અંગેનો પરિપત્ર કરવામાં આવેલ છે આમ હવે આ કસોટી લેવાની રહેતી નથી.
શિક્ષકો સહિત બાળકોના પ્રશ્નોની સચોટ રજૂઆત કરતા રહેલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રી તથા તેમની સમગ્ર ટીમની અપેક્ષિત કામગીરીને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ વધાવવા સાથે તેમણે ડૉ. વિનોદ રાવ, જી.સી.ઈ.આર.ટી.ના સચિવનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ જિલ્લા સંઘના પ્રચારમંત્રી વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleબીઆરસી ભવન, ઓલપાડ ખાતે વિશ્વ પુસ્તક દિનની સાદગીભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી
Next articleમાળીયા હાટીના ચોરવાડ અને માંગરોળ ની સી એચ સી હોસ્પિટલ ના પચીસ લાખ ની ગ્રાન્ટ ફાળવતા ધારાસભ્ય બાબુ ભાઈ વાજા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here