Home Crime પોલીસ જ બુટલેગર બની ગઇ અને ઓઢવ પોલીસે દારૂ વેપાર કરતા બે...

પોલીસ જ બુટલેગર બની ગઇ અને ઓઢવ પોલીસે દારૂ વેપાર કરતા બે પોલીસ કર્મીની ધરપકડ

34
0

નિકોલમાં અસલી પોલીસ જ બુટલેગર બની ગઇ અને ઓઢવ પોલીસે દારૂ વેપાર કરતા બે પોલીસ કર્મીની ધરપકડ પણ કરી લીધી. ત્રણ પોલીસ કર્મીઓ પોતાની ગેંગ બનાવી પુર્વ વિસ્તાર ખુલ્લેઆમ દારૂનો ધંધો શરૂ કર્યો હતો.
પહેલી નજરમાં બુટલેગર લાગતા બંન્ને આરોપી નિકોલ પોલીસ સ્ટેશનમાં પોલીસના કોન્સ્ટેબલ છે. જેમનું નામ રણજીતસિંહ પાવરા અને યુવરાજસિંહ રાઠોડ છેલ્લા ઘણા સમયથી દારૂની હેરાફેરી કરતા હતા. પરતું લોકડાઉન દરમિયાન પોલીસે ચેકિંગ કરતા આ પોલીસ કર્મચારીઓ ફાંડો ફૂટ્યો. જેમાં પોલીસ કોન્સ્ટેબલ હિતેષ પટેલ દારૂ જથ્થા સાથે ઝડપાતા આ ત્રિપુટીનો પર્દાફાશ થયો. હિતેષ પટેલની ધરપકડ થતા આ રણજીતસિંહ પાવરા અને યુવરાજસિંહ રાઠોડ બન્ને ફરાર થઈ ગયા હતા. છ મહિના બાદ પોલીસે બાતમીના આધારે બન્ને ઝડપી લીધા છે.
દારૂ કેસમાં અગાઉ પકડાયેલ પોલીસકર્મી હિતેષ પટેલ અને રણજીતસિંહ, યુવારજસિંહ નિકોલ પોલીસ સ્ટેશન ડિસ્ટાફમાં ફરજા બજાવતા હતા. પોલીસની ફરજા દરમિયાન તેઓ લાગ્યું કે કમાણી તો દારૂના ધંધામાં છે અને તેઓ પોલીસમાંથી બુટલેગર બની ગયા હતા. આ ત્રિપુટી કાયદાના ડર વગર દારૂની હેરાફેરી કરતા હતા. ત્યારે જે તે સમયના ઝોન-5 ડીસીપી રવિતેજા ધ્યાન પર આ ત્રિપુટી આવતા ત્રણેની બદલી હેડ ક્વાટ્સ કરી દેવામાં આવી હતી છતાં પણ ત્રિપુટી દ્વારા દારૂનો વેપલો શરૂ રાખવામાં આવ્યો હતો. અને લોકડાઉનમાં ચેકિંગ આ ત્રિપુટી ગેંગનો ભાંડો ફૂટ્યો હતો.
એક બાજુ કાયદાના રક્ષક બની ફરજા બજાવતા અને પૈસા કમાવવા બુટલેગર બનીને કાયાદનો દુરઉપયોગ કરતા ત્રણે પોલીસ કર્મી જેલના સળિયા પાછળ ધકેલાયા છે. આ કિસ્સો સાબિત કરે છે કે કાયદો દરેક ગુનેગાર માટે એક જ છે.


Previous articleછોટાઉદેપુર જિલ્લાના બે ખોબલા જેવડા ગામમાં પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઇ.
Next articleગુજરાત કોંગ્રેસે ૮મીએ બંધ પાળવાની સાથે રાજ્યવ્યાપી ચક્કાજામ કરવાનું જાહેર કર્યું છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here