Home South-Gujarat અંકલેશ્વર વિસ્તાર ની ઓદ્યોગિક વસાહતો નું “ હમ નહી સુધરેંગે ની નીતિ”...

અંકલેશ્વર વિસ્તાર ની ઓદ્યોગિક વસાહતો નું “ હમ નહી સુધરેંગે ની નીતિ” ૨૪ કલાક પછી પણ બે-રોકટોક આમલાખાડી વહેતુ પીળા કલર નું પ્રદુષિત પાણી થાય તે કરી લો નો ગર્ભિત સંદેશ આપી રહ્યું છે

129
0

તારીખ ૧૫/૦૯/૨૧ ના રોજ વહેલી સવાર થી જ આમલાખાડી ખાડી માં પ્રદુષિત પાણી ની ફરિયાદ સ્થાનિક સામાજિક સંસ્થા ને મળતા તેઓ દ્વારા આ બાબતે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે વાલિયા ચોકડી પાસે આવેલ ફાઈનલ પમ્પીંગ સ્ટેશન પાસે થી અને પમ્પીંગ સ્ટેશન પાછળ થી એફલુઅન્ટ ખાડી માં જતું હતું. નોટિફાઇડ હદ-વિસ્તાર માંથી વરસાદી પાણી ની સાથે મોટા પ્રમાણ માં પીળા કલર નું પ્રદુષિત પાણી આવી રહ્યું હતું જે ભેગું થઈ આમલાખાડી ખાડી માં જતું હતું જેથી ખાડી પ્રદુષિત થઇ હતી. પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી અને નોટિફાઇડ વિભાગ ને ફોન કરી ફરિયાદ કરવામાં આવતા જીપીસીબી દ્વારા સાંજે સેમ્પલો હર-હમેંશ મુજબ ની કાર્યવાહી કરી હતી. જો કે આજે ૨૪ કલાક બાદ બીજા દિવસે પણ પ્રદુષિત પાણી એજ રીતે વહી રહ્યું હતું. જેની મોખિક ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી અને NCT ને કરવામાં આવી છે. જીપીસીબી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી
પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે “24 કલાક બાદ ફાઇનલ પંપિંગ સ્ટેશન પાસે થી વહેતુ પ્રદુષિત પાણી પણ એજ પરિસ્થિતિ માં વહે છે. જે સાબિત કરે છે કે આ પ્રદુષિત પાણી ને રોકવામાં કોઈ ને રસ નથી અને માની લીધું છે કે હવે આ આવું જ ચાલશે. પ્રદુષિત પાણી ક્યાંથી આવે છે એ પણ નક્કી કરી શકાતું નથી. ઝગડિયા વસાહત નું છે કે અંકલેશ્વર વસાહત5 નું છે એના માટે અલગ અલગ દાવાઓ અને પુરાવાઓ રજુ કરવામાં આવી રહ્યા છે. અમારો પ્રશ્ન એ કે શું આના માટે કોઈ રોકેટ સાયન્સ ની જરૂર છે? પીળા કલર નું પ્રદુષિત પાણી ક્યાંથી આવે છે એ શોધવા શુ કોઈ આધુનિક ટેકનોલોજી ની જરૂર છે? જીપીસીબી મોનીટરીંગ ટીમ, NCT મોનીટરીંગ ટીમ, AIA એનવાયરમેન્ટ ની મોનીટરીંગ ટીમ ના ધ્યાને નથી? મોટો ખર્ચ કરી CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે ત્યાં આ દેખાતું નથી? અને આ જ્યાંથી પણ આવતું હોય આ પર્યાવરણ ને આ મોટું નુકશાન છે “
અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત ની આસપાસ અનેક કુદરતી વરસાદી ખાડીઓ વહે છે જે માં વાંરવાર ના પ્રદુષિત પાણી ના વહન થી માછલીઓ અને જળ-ચળ ના મૃત્યુ થાય છે અગાઉ ૧૬-૦૬-૨૦,૧૩.૦૯૨૦, ૦૫/૦૬/૨૧,૨૩/૦૬/૨૧, ૧૨/૦૭/૨૧,૧૦/૦૮/૨૧,૨૮/૦૮/૨૧અને ૦૪/૦૯/૨૧ ના રોજ પણ આવી રીતે જ પ્રદુષિત પાણી ખાડીઓ માં વહી રહ્યું હતું જેનાથી અનેક માછલીઓ ના મૃત્યુ થયા હતા.જેતે વખતે જીપીસીબી ગાંધીનગર તરફથી હર હમેંશ મુજબ નોટીસો આપી દિશા નિર્દેશો આપવામાં આવેલ હતા. જોકે તેનું અમલ કેટલું થયું એ બાબતે પ્રજા અજાણ છે અને આ પ્રશ્ન ચર્ચા નો વિષય બન્યો છે. આમલાખાડી અને છાપરાખાડી પણ અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત માંથી જતા પ્રદુષિત પાણી થી વારવાર પ્રદુષિત થાય છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here